________________
તરગલાલા
૧૯૫
સેવાના હાથમાં બધાં અભૂષણ આપતાં અમે કહ્યું, 'આ લે અને અમારા માપિતાને કહેજો કે અનેક જન્મમાં પરિભ્રમણ કરવાથી ઉગ્નિ બનેલાં, દુ:ખથી ભયભીત બનેલાં એવાં તે બંનેએ શ્રમણજીવનનો અંગીકાર કર્યો છે. (૧૫૪૦-૪૧) વળી તેમના પ્રત્યેના વિનયમાં અમે જે કાંઈ સ્થૂળ કે સૂક્ષ્મ દોષ કર્યો હોય, મદમાં. કે પ્રમાદમાં અમે જે કાંઈ ન કરવાનું કદી પણ કર્યું" હોય તે બધાની ક્ષમા કરજો.’(૧૫૪૨), આ સાંભળીને પરિજને એ સહસ! દુઃખથી બૂમરાણ કરી મૂકયું. પરિજન સહિત નાટક કરનારીએ દેડી આવી. (૧૫૪૩). અમે જે કરવાને ઉદ્યત થયાં છીએ તે સાંભળીને તેએ મારા પ્રિયતમના પગમાં પડીને કહેવા લાગી, “ હે નાથ ! અમને અનાથ છેાડી જશે! નહી.’ (૧૫૪૪), હે ગૃહસ્વામિની ! મારા પ્રિયતમનાં પગમાં પડીને તેમણે તેમની અલકલટો પરથી ખરી પડેલા પુષ્પપુંજ વડે જાણે કે તેને પ્રસન્ન કરવા માટે ખલિક કર્યુ. (૧૫૪૫), 'અનાયાસ ક્રીડાએ અને સ્વેચ્છાપ્રાપ્ત મનમાન્યાં સુરતસુખા તને સર્વદા સુલભ છે. (૧૫૪૬ ). તારા આવાસમાં અમને જો કે કદી રતિસુખને લાભ નથી મળતા, તે પણ અમે તને અમારાં નેત્રાથી સદાયે જોવાને ઇચ્છીએ છીએ. (૧૫૪૭). જે પ્રફુલ્લ કુમુદ સમા શ્વેત છે, અને કુમુદ્દોની શેાભારૂપ છે તે પૂર્ણકળા યુક્ત મડળવાળા નિર્મળ ચંદ્ર, અસ્પૃશ્ય હાવા છતાં, કાને પ્રીતિદાયક ન લાગે ? ' (૧૫૪૮),
કેશલેાય : મતગ્રહણ
આવાં આવાં કરુણુ વિલાપવચને ખેલીને તે સ્ત્રીઓએ પ્રિયતમની તપશ્ચર્યાંના વિષયમાં વિઘ્ન ઊભું કરવા માંડ્યું. (૧૫૪૯). પરંતુ મનને વિક્ષિપ્ત કરનારું તે કરુણુવિજ્ઞાપનું વિજ્ઞ પ્રિયતમે ગણુક યુ નહીં, ભેગ પ્રત્યે વિરક્ત બનેલા, પરલેાકનું સુખ પ્રાપ્ત કરાવનારા ધર્મમાં અનુરક્ત બનેલા, વૈરાગ્યવૃત્તિવાળા અને પ્રત્રજ્યા લેવાના નિશ્ચયવળા તેણે, ક્રાશને અવગણીતે, પોતાના પુષ્પમિશ્રિત કેશના લાય કર્યા. (૧૫૫૦-૧૫૫૧). હું પણ પોતાની મેળે કેશના લેચ કરીને મારા પ્રિયતમની સાથે તે શ્રમણુનાં ચરણમાં પડી અને મેલી, ‘ મને દુ:ખમાંથી મુક્તિ અપાવેા.’ (૧૫૫૨). એટલે તેણે યથાવિધિ અમને એકમાત્ર સામાયિક વ્રત આપ્યુ, જેનું આચરણાં (?) સદ્ગતિમાં દોરી જાય છે. (૧૫૫૩), તેણે અમને અદાત્તાદાન, મૈથુન અને પરિશ્ર્ચથી તથા રાત્રીભોજનથી વિરમવાના (૧૫૫૪). જન્મમરણનો ભોગ બનતા શરીરમાં બંધાઈ ન રહેવા તપશ્ચર્યાંની લાલસાથી આઠું ઉત્તરગુણાનું પણ ગ્રહણ કર્યું. (૧૫૫૫).
પ્રાણિવધ, મૃષાવાદ, નિયમ પણ આપ્યા. દ૰તાં એવાં અમે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org