________________
તરંગલેલા
૧૮૯
નિરીક્ષણ કરવા છતાં પણ અહીં મને ભવનનો સમૂહ દેખાતું નથી () વળી આ પહેલાં આ ઉદ્યાન કદી મારા જોવામાં નથી આવ્યું.” (૧૪૯૬). એટલે હું અભ્યાગત છું એમ જોણને એ સ્થળના જાણકાર એક જણે મને કહ્યું, “આ ઉદ્યાનનું નામ શકટમુખ છે. (૧૪૯૭). કહેવાય છે કે ઈવાકુ વંશનો રાજવૃષભ, વૃષભ સમી લલિત ગતિવાળા વૃષભદેવ ભારતવર્ષમાં પૃથ્વી પતિ હતો (૧). (૧૪૯૮) તે હિમવંત વર્ષના ધણીએ, મંડલ રૂપી વલયવાળી, ગુણોથી સમૃદ્ધ અને સાગરે રૂપી કટિમેખલા ધરતી પૃથ્વી રૂપી મહિલાને ત્યાગ કરીને, ગર્ભવાસ અને પુનર્જનમથી ભયભીત થઈને, ફરી જન્મ ન લેવો પડે તે માટે તેણે ઉઘત બનીને અસામાન્ય, પૂર્ણ અને અનુત્તર પદ પ્રાપ્ત કરવાની કામના કરી. (૧૪૯૯–૧૫૦૦). તે પછી કહેવાય છે કે સુર અને અસુરથી પૂજિત એવા તેમને, તેઓ અહી વડની નીચે બેઠેલા હતા ત્યારે, ઉત્તમ અને અનંત જ્ઞાન તથા દર્શન ઉત્પન્ન થયાં. (૧૦૧). એટલે તે લોકનાથનો આજે પણ આ રીતે મહિમા કરાય છે અને ભવને ક્ષય કરનાર એવા તેમની આ દેવળમાં પ્રતિમા સ્થાપેલી છે. (૧૫૦૨).
શમણનાં દર્શન પ્રવજ્યા લેવાની ઈચ્છા
એ પ્રમ ણે સાંભળીને મેં ત્યાં વડને અને પ્રતિમાને વંદન કર્યા. ત્યાં બાજુમાં જ મેં ઉત્તમ ગુણોના નિધિરૂપ એક શ્રમણને જોયા. (૧૫૦૩). ચિત્તમાં પાંચેય ઈદ્ધિ સ્થાપીને તે સ્વસ્થપણે શત ભાવે બેઠા હતા અને આધ્યાત્મિક ધ્યાનમાં અને સંવરમાં તેમણે ચિત્તને એકાગ્રપણે નિરોધ કરેલો હતો. (૧૫૦૪). તે નિષ્પાપ હૃદયવાળા શ્રમણ પાસે જઈને મેં તેમનાં ચરણ પકડ્યાં અને સંવેગથી હસતા મુખે, હાથ જોડીને હું બેલ્યો. (૧૫૦૫).
હે મહાયશસ્વી, માન અને કેધથી મુક્ત થયેલો, હિરણ્ય અને સુવર્ણથી રહિત બનેલે, પાપકર્મના આરંભથી નિવૃત્ત એ હું તમારી શુશ્રષા કરનાર રિાષ્ય બનવા ઇચ્છું છું. (૧૫૦૬). હું જન્મમરણરૂપા વમળાવાળા, વધબંધન અને રાગ રૂપી મગરેથી ઘેરાયેલા સંસારરૂપી મહાસાગરને તમારી નૌકાને આધારે તરી જવા ઇચ્છું છું. (૧૫૦૭). ...ને રોકીને તેણે કાન અને મનને શાતા પાપનાં વચનો કહ્યાં, “શ્રમણના ગુણધર્મ જીવનના અંત સુધી જાળવવા દુષ્કર છે. (૧૦૮). સકંધ ઉપર કે શીશ ઉપર ભાર વહેવો સહેલો છે, પણ શીલને સતત ભાર વહેવા દુષ્કર છે.” (૧૫૯). એટલે મેં તેમને ફરી કહ્યું, “નિશ્ચય કરનાર પુરુષને માટે કશું પણ ધના કે કામના વિષયમાં કરવાનું દુષ્કર નથી. (૧૫૧૦),
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org