________________
તરંગલેલા
ચરોએ તે તરુણ દંપતીને રત્ન ભરેલે કરંડિયે તથા બીજું પણ જે કાંઈ મૂલ્યવાન હતું તે સેનાપતિને સેંપી દીધું. (૧૪૫૧). સેનાપતિએ મને પોતાની આજ્ઞા જણાવી કે આ બંનેનું નમને દિવસે કાત્યાયનીના યાગમાં મહાપ તરીકે બલિદાન આપવાનું છે (૧૪૫૨). તેમને કબજામાં રાખવા તેણે મને સાંયાં, આંસુનીગળતી આંખવાળાં અને મરણુભ નિશ્રેષ્ટ બની ગયેલાં તે બંનેને હું મારા વાસમાં લઈ આવ્યો. (૧૪૫૩). તે તરુણને બંધનમાં બાંધી સહીસલામત પડાળીમાં રાખીને ચોકી કરતો હું પલ્લીમાં સુરાપાન કરવા લાગ્યા. (૧૪૫૪). તે વેળા પેલી સુંદર તરુણ, પિતાના પતિ પ્રત્યેના પ્રેમને લીધે શોક પ્રગટ કરતી, અનેક વિલા પવચન ઉચ્ચારતી, સાંભળનારના ચિત્તને કંપાવતું કરુણ રુદન કરવા લાગી. (૧૪૫૫). તેના રુદનના અવાજથી ત્યાં બંદિની આવી લાગી. તેઓ તેને જોઈને શોક કરતી કૃતાંતને શાપ દેવા લાગી. (૧૪૫૬). તે વેળા તે બંદિનીઓને કુતૂહળ થતાં તેમણે તે તરુણને પૂછયું, “તમે કયાંથી આવ્યાં? ક્યાં જવાનાં હતાં ? ચોરોએ તમને કેમ કરતાં પકડવાં ?” (૧૪૫૭). એટલે હાથ પર માથું ટેકવીને તે બોલી, “અમે અત્યારે જે જે દુ:ખ પામ્યાં તેના મૂળરૂપ જે બીના છે તે બધી તમને હું માંડીને કહું છું તે સાંભળો. (૧૪૫૮):
તરુણીની આત્મકથા
ચંપા નામની ઉત્તમ નગરીની પશ્ચિમે આવેલા વનના અંદરના ભાગમાં હું ગંગા,રોચના નામે ચક્રવાકી હતી. (૧૪૫૯). ત્યાં સુરત રથનો સારથિ આ મારે તરુણ તે નદીના પુલિન પર વસતો ગંગારંગતિલક નામને ચક્રવાક હતો. (૧૪૬૦). હવે એક વાર જગલી હાથીને હણવા માટે વ્યાધે પોતાના ધનુષ્યમાંથી છોડેલા બાણથી તે ચક્રવાક વીંધાઈ ગયે. (૧૪૬૧). પશ્ચાત્તાપ થવાથી તે વ્યાધે કાંઠા પર તેના શરીરને અગ્નિદાહ દીધે. પતિના માર્ગને અનુસરતી એવી મેં પણ તે અગ્નિમાં પ્રવેશ કર્યો. (૧૪૬૨). એમ બળી મરીને હું યમુનાનદીને કાંઠે આવેલી કૌશાંબી નામે ઉત્તમ નગરીમાં શ્રેષ્ઠી કુળમાં જન્મી (૧૪૬૩). આ મારો પ્રિયતમ પણ તે જ નગરીમાં ત્રણ સમુદ્ર પર જેની ખ્યાતિ ફેલાયેલી છે તેવા મહાન સાર્થવાહકુળમાં મારી પહેલાં જ હતો. (૧૪૬૪). ચિત્રપટ દ્વારા અમે ફરી એકબીજાને ઓળખ્યાં; તેણે મારા પિતા પાસે મારી માગણી કરી, પણ પિતાએ મને તેને દેવાની ના પાડી. (૧૪૬૫). મેં દૂતી મોકલી, અને તે પછી પૂર્વજન્મના અનુરાગથી પ્રેરિત બનીને, મદનવિકારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org