________________
તરંગલાલા :
૧૭૧
મેક્ષ
પરંતુ મનુષ્ય ભવ પૂરતી જીવો માટે એટલી વિશિષ્ટતા છે કે સર્વ દુઃખોમાંથી મુક્તિ અપાવનાર મોક્ષપદમાં અહીંથી જ જઈ શકાય છે. (૧૩૫૭). અજ્ઞાનરૂપી વૃક્ષોથી ગીચ એવા સંસારરૂપી મહાવનમાં જિનવરએ જ્ઞાન અને ચરણને નિર્વાણ પહોંચવાના ધોરી માર્ગ રૂપે ચીંધ્યો છે. (૧૩૫૮). કર્મની પ્રાપ્તિને સંયમ અને એગ વડે અટકાવીને અને બાકીનાં કર્મની તપ વડે શુદ્ધિ કરીને—અને એ રીતે સર્વ કર્મનો ક્ષય કરીને કર્મવિશુદ્ધ થયેલો જીવ સિદ્ધ બને છે. (૧૩૫૯). એક સમયની અંદર તે અહી થી બાધારહિત પરમપદમાં પહોંચે છે; સંસારના ભયથી મુક્ત બને તે અક્ષય સુખવાળો મોક્ષ પામે છે. (૧૩૬૦). અનેક ભવભ્રમણ કરવામાં પ્રા થતાં કર્મોથી મુક્ત બને તે નિઃસંગ સિદ્ધોની સ્વભાવસિદ્ધ ઊર્ધ્વગતિને પામે છે. (૧૯૬૧). અનુત્તર દેવકની ઉપર ત્યાં ત્રણ લોકને મથાળે અજુન સુવર્ણ અને શંખ સમી વેત, છત્રરત્નવાળી પૃથ્વી છે. (૧૩૬૨). સિદ્ધિ, સિદ્ધિક્ષેત્ર, પરમપદ, અનુત્તરપદ, બ્રહ્મ પદ, કસ્તુપિકા અને સીતા એવાં તેનાં નામ છે.(૧૩ ૬૩). આ ઈષ~ામ્ભારા કે સીતાથી એક જન પર લેકાંત છે. તેના ઉપલા ત્રીજા ભાગમાં જ સિદ્ધોનું અવસ્થાન હોવાનું કહેલું છે. (૧૩૬૪). સર્વ ભાવોને યથાર્થ રૂપમાં જાણતો સિદ્ધ, તેણે રાગદ્વેષને ખપાવ્યા હોવાથી તેમનાથી ફરી ખરડાતો નથી. (૧૩ ૬૫ ). આ ભવને છોડતાં અંતિમ વેળાએ તેનું જે પ્રદેશના સંચયવાળું સંસ્થાન હોય તે સંસ્થાન તેનું સિદ્ધાવસ્થામાં હોય છે. (૧૩૬ ૬). તે આકાશમાં, સિદ્ધોથી ભરેલા સિદ્ધાલયમાં, અન્ય અસંખ્ય સિદ્ધોની સાથે અવિરુદ્ધ ભાવે વસે છે. (૧૩૬૭).
આ પ્રમાણે તે પ્રમાણે ઉપદેશ આપ્યો, એટલે, હે ગૃહિણી, હર્ષથી રોમાંચિત થયેલાં અમે મસ્તક ઉપર અંજલિ રચીને તેમને કહ્યું, ‘તમારું અનુશાસન અમે ઇચ્છીએ છીએ. (૧૩૬૮). પછી તે સાધુને વિનયપૂર્વક વંદન કરીને મારા પ્રિયતમે કહ્યું, “તમે ભરજુવાનીમાં સંગ તો તેથી તમે લીધેલી દીક્ષા ધન્ય છે. કૃપા કરીને મને કહે તમે કઈ રીતે શ્રાપ્ય લીધું ? હે ભગવાન, મારા પર અનુકંપા કરીને કહે, મને ઘણું જ કુતુહલ છે.” (૧૩ ૬૯– ૧૩૭૦). એટલે તે પ્રશસ્ય મન વાળા અને જિનવચનોમાં વિશારદ શમણે મધુર, સંગત અને મિત વચનોમાં, નિર્વિકાર પણે અને મધ્યસ્થભાવે આ પ્રમાણે કહ્યું (૧૭૧) : શ્રમણને વૃત્તાંત
ચંપાની પશ્ચિમે આવેલા એક જનપદની બાજુનો અટવીપ્રદેશ અનેક મુગ, મહિષ, દીપડા અને વનગજેથી સભર હતું. તેમાં જગલમાં ઊંડે, જગલી પશુઓના કાળરૂપ અને નિંદ્ય કર્મ કરના? વ્યાની એક વસાહત હતી. (૧૩૭૨).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org