________________
તરંગલાલા
વદના
તે પછી અમે માયા, મદ ને મોહરહિત, નિઃસંગ, ધર્મગુણના નિધિસભા, ધ્યાનોપયોગથી જેણે કાયા અને વચનની પ્રવૃત્તિનો પ્રતિષેધ કર્યો છે તેવા તે શ્રમણની નિકટ ગયાં (૧૩૦૯), અને મસ્તક ઉપર અમારા કરકમળની અંજલી રચીને અમે સવિનય, પરમ ભક્તિપૂર્વક ક્ષણ પૂરતું () સંયમની પાળરૂપ સામાયિક કરવા લાગ્યાં. (૧૧૦). વળી ઉગ્ર ઉપસર્ગ સહી શકે તેવો, સમગ્ર ગુણવાળો, સંપૂર્ણ કાયોત્સર્ગ અવ્યગ્ર ચિત્તો અમે બંને જણે કર્યો. (૧૩૧૧). પછી તેમને સર્વ આવશ્યક વડે શુદ્ધ, કર્મવિનાશક, વિનયયુક્ત એવી ત્રિવિધ વંદના અમે નીચા મૂકીને કરી. (૧૩૧૨). આ પ્રમાણે વિશેષ કરીને નીચ ગોત્રની નિવારક વંદના કરીને અમે તેમને તેમની તપસ્યામાં પ્રાથક વિહાર પ્રાપ્ત થતો હોવા પર પૃછા કરી. (૧૩૧૩). એટલે તેમણે કહ્યું, ‘તમે સર્વ દુઃખોથી મોક્ષ અપાવનાર, સવ વિષયસુખનો ક્ષય કરનાર, અનુપમ સુખરૂપ, અક્ષય અને અભ્યાબાધ, મોક્ષ પ્રાપ્ત કરો.” (૧૩૧૪).
ધમંછા
તેમના આશીર્વચન મસ્તકે ચડાવીને, ભયને વિશુદ્ધ કરીને અમે બંને આનંદિત મને નીચે બેઠાં (૧૩૧૫). અને અત્યંત સાવધાન અને સંયત પણે. વિનયભારે નમતા અમે તેમને જરા ને મરણ નિવારનાર, નિશ્ચિત સુખરૂપ ધમ પૂછળ્યો. (૧૩૧૬). એટલે તે શ્રમણે આગમાં જેનો સાચો અર્થ સવિસ્તર નિશ્ચિત કરેલ છે, તેવો બંધ અને મોક્ષના તવને પ્રકાશિત કરેતો, અને કર્ણને સુંદર રસાયણરૂપ ધમ આ પ્રમાણે કડ્યો (૧૧૭) :
ધર્મોપદેશ
પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને જિનવરે ઉપદેશેલી આજ્ઞા : આ ચાર બંધ અને મેક્ષનાં સાધન છે. (૧૩૧૮). ઈદ્રિયના ગુણથી યુક્ત, સામે રહેલું, જેના મુખ્ય ગાયબ દેખાય છે તેવું અને જે સર્વ ભોગોમાં સિદ્ધ છે તે દ્રવ્યને પ્રત્યક્ષનો વિષય જાણવું. (૧૩૧૯). જે દ્રવ્યના ગુણ જોઈ શકાતા નથી, પણ જેના ગુણુના એકાંશથી જે મુખ્યત્વે કળી શકાય છે અને એમ તેના ગુણદોષ જાણવામાં આવે છે તે દ્રવ્ય અનુમાનનો વિષય જાણવું. (૧૩૨). પ્રત્યક્ષ દ્રવ્યની સાથે તેના જેવું જે દેવરહિત દ્રવ્ય સરખાવાય તેને ઉપામનને વિષય જાણવું. (૧૩૨૧) ત્રણ કાળનાં પ્રત્યક્ષ અને પરોક્ષ દ્રવ્યનું શ્રુતજ્ઞાન દ્વારા જે પ્રહણ થાય તેને ઉપદેશ કહેવામાં આવે છે. (૧૩૨૨).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org