________________
તરંગલોલા
કષ્ટ ભોગવતો હોવા છતાં પણ સજજન માગણ બનવાનું પસંદ નથી કરતો. (૧૧). યાચના કરવા ધૃષ્ટ બની દિન વચન બોલવાને સજજ થઈ, અસભ્યતાના ડરથી મુક્ત બની “મને આપે એવું બેલવા મારી જીભ સમર્થ નથી. (૧૧૧૨). એક અણમેડલ માનના ભંગને બાદ કરતાં. બીજુ એવું કશું નથી કે હું તારે માટે ન કરું. (૧૧૧૩). તો, હે વિલાસિની, તુ ઘડીક આ મહોલ્લાને ના કે શોભી રહેલા દેવળમાં વિસામે લે, તેટલામાં હું ભોજનનો કશોક પ્રબંધ કરું. (૧૧૧૪).
સીતાદેવીના મંદિરમાં આશ્રય
અમે ઉસવદિનની ઉજવણી જેવા એકઠા થતા ખેડૂત જુવાનાનું વાતચીત કરવાનું સ્થાન, પ્રવાસી ઓનું આશ્રયસ્થાન, ગૃહસ્થોનું મિલનસ્થાન અને ગ્રામીણ જુવાનડાઓનું સંકેતન એવા ચાર સ્તંભ અને ચાર હારવાળા ત્યાંના સીતાદેવીના મંદિરમાં જઈ પહોંચ્યો. (૧૧૧ ૫–૧૧૧૬). લોકવિખ્યાત યશવાળી, સવની આદરણીય, દશરથની પુત્રવધૂ અને રામની પતિવ્રતા પત્ની સીતાદેવીને પ્રણામ કરીને અમે બંને લીલોતરી રહિત, શુદ્ધ ભોંય પર એક તરફ બેઠાં–પર્વ પૂરું થતાં વેરાયેલાં શાળનાં કૂંડાની જેમ (૬). (૧૧૧–૧૧૧૮). તે વેળા અમે એક જુવાનને બધાં અંગોમાં તિવાળા અને વિશુદ્ધ, સેંધવ જાતિના ઉત્તમ અશ્વ પર આરૂઢ થઈને આવતો જોયો. (૧૧૧૯), તેણે અત્યંત ઝીણુ અને શ્વેત ક્ષોનનું પહેરણ અને ક્ષોનું કટિવસ્ત્ર પહેર્યા હતાં. તેની આગળ ઝડપથી દોડતા તરવરિયા સુભટોને પરિવાર હતે. (૧૧૨૦). એ નગરવાસી તરુણને જઈને લજજાવશ હું એ સીતામંદિરના એક ખૂણામાં એક અષ્ટકોણ સ્તંભને અઢલી, સંકોચાઈને રહે. (૧૧ર૧).
પ્રત્યાગમન
શોધમાં નીકળેલા સ્વજન સાથે મિલન ઃ ઘરે બનેલી ઘટનાઓ
પછી તે કુભાષહરતી નામે જુવાને દેવળની પ્રદક્ષિણા કરતાં કરતાં આર્યપુત્રને જોયા, અને એકાએક ઘડા કરતાં પણ અધિક વેગે દોડીને માટે સ્વરે રડતો રડતો તે આર્યપુત્રના પગે પડ્યો. પછી બે, “હવે તમારે ઘરે ચિરકાળ શાંતિ થઈ જશે' (?) (૧૧રર-૧૧૨૩).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org