________________
તિરંગલાલા દ્રવ્યના બદલામાં છેડવાને નિષ્ફળ પ્રસ્તાવ તરંગવતીનો વિલાપ
મેં પેલા ચોરને કહ્યું, “કૌશાંબીનગરીના સાથે વાહને આ એકને એક પુત્ર છે, અને હું ત્યાંના શ્રેષ્ઠીની પુત્રી છું. (૧૦૦૬). તારે જેટલાં મણિ, મુક્તા, સુવર્ણ કે પ્રવાલની ઈચ્છા હોય તેટલાં અમે તને અહીં રહ્યાં છતાં અપાવીશું. (૧૦ ૦૭. તમારો કોઈ માણસ અમાર, લખેલા પત્ર લઈને બંનેને ઘરે જાય અને તમને દ્રવ્ય મળે તે પછી તમે અમને બંનેને છોડ. (૧૦૦૮). એટલે તે ચરે કહ્યું, “અમારા સેનાપતિએ તમને બંનેને કાત્યાયનીના જાગ માટેનાં મહાપશુ ઠરાવ્યાં છે. (૧૦૦૯). તેને આપવાનું અમે ન આપીએ તો તે ભગવતી અમારા પર રૂઠે, એની કૃપાએ તો અમારી બધી કામના પૂરી થાય છે. (૧૦૧૦). કાત્યાયનીની કૃપાથી અમારા કામમાં સિદ્ધિ, યુદ્ધમાં વિજય અને બધી વાતનું સુખ થશે, એટલે અમે તમને છેડવાના નથી.” (૧૦૧૧). એ સાંભળીને તથા ગરદન અને હાથને પીઠ તરફ વાળીને બાંધવાને કારણે પ્રિયતમના શરીરને મરડેલું જોઈને હું વધુ જોરથી રુદન કરવા લાગી. (૧૦૧૨). હે ગૃહસ્વામિની, પ્રિયતમના ગુણ અને પ્રેમાનુરાગરૂપી બેડીથી બંધાયેલી હું ત્યાં અતિ કરુણ રુદન કરતી, વિવર્ણ અને વિષણુ બની રહી. (૧૯૧૩). હું લેકના ચિરાને ઉત્તપ્ત કરીને વ્યથિત કરતુ (?), બંદિનીઓને પણ આંસુ આવે તેવું કણસતું સદન કરવા લાગી. (૧૦૧૪). આંસુથી ગાલ, અધરોષ્ઠ અને સ્તનપૃષ્ઠને ભીંજવતી હું પ્રિયતમને છોડાવવા માટે (?) લગાતાર રડી રહી. (૧૧૫). હે ગૃહસ્વામિની, કૂદતી પીટતી, વાળ ખેંચતી, હું ત્યાં ખાડાટેકરાવાળી ભોંય પર આળોટવા લાગી. (૧૦૧૬). “ જાણે કે સ્વપ્નમાં જોયો હોય તેમ તું ગુણવંતો મને પ્રાપ્ત થયો. તેથી કરીને(2) મને આ રુદન આવી પડવું' (૧૯૧૭): હે ગૃહિણી, પ્રિયના આવી પડનારા દુઃસહ વિરહના કે ઘેરાયેલી હું એવાં એવાં કરુણુ વચને વિલાપ કરવા લાગી. (૧૦ ૧૮).
અકસ્માત પ્રોત્સાહક ગીતનું શ્રવણ
તે વેળાએ ત્યાં પીઠામાં બેઠેલા કેટલાક સુભટોએ શ્રવણને સુખદ સુમધુર ગીતવાદિત્ર સાથે આ પ્રમાણે ગાયું (૧૯૧૯) :
આવી પડેલી આપત્તિની અવગણના કરીને સાહસકર્મ આદરનાર પુરુષને કાં તો વિપત્તિ મળે, કાં તો સિદ્ધિ મળે. (૧૦૨૦). પ્રવૃત્તિ આદરનાર પુરુષને કાં તો લક્ષ્મી પ્રાપ્ત થાય અથવા તે મરણ; પરંતુ પ્રવૃત્તિ શરૂ ન કરનારને મરણ તો અવશ્ય આવવાનું અને લક્ષ્મી પણ નહીં મળવાની. (૧૦૨૧). મૃત્યુ સૌઈને આવતું હોય છે, માટે પિતાનું પ્રિય તરત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org