________________
તમચલાલા
૧૨૧
તો વળી પરાઈ સ્ત્રી પ્રત્યે પાપભીરૂ એવા કેટલાક, વિનયપૂર્વક શરીર સંકેચીને જતા હતા તેઓ “આ બિચારી દીન છે અને તેના ધણીની સાથે છે. એવા ભાવથી મારા પ્રત્યે જેઈને દૂર સરી જતા હતા. (૯૭૪). આ તરુણને મારી નાખીને આપણે સે પતિ આ અસાધારણ રૂપાળી યુવતીને પોતાની ઘરવાળી બનાવશે.” (૯૭૫) એ પ્રમાણે ત્યાં પકડીને લાવવામાં આવેલાં તેમ જ બીજાં પુરુષો અને સ્ત્રીઓ બેલતાં હતાં, અને મારા પ્રિયતમને મારી નાખશે એવા તેમના સંકેતથી હું અત્યંત ભયભીત બની જતી હતી. (૯૭૬). તરુણો મારી પ્રશંસા કરતા હતા અને વધુ તે તરુણીઓ મારા પ્રિયતમની પ્રશંસા કરી રહી હતી, જ્યારે બાકીના લોકે બંને પ્રત્યે અનુરાગવાળા () કે તટસ્થ હતા. (૯૭૭).
એરસેનાપતિ
એ પ્રમાણે શત્રુ, મિત્ર અને તટસ્થ એવા પલીજને વડે જોવાતાં જોવાતાં અમને ઊંચી કાંટાની વાડવાળા ચેરસેનાપતિના ઘરમાં લઈ જવામાં આવ્યા. (૯૭૮). ત્યાં અમને પ્રવેશ કરાવીને, તે ચોરોની વસાહતના સેનાપતિના અડ્ડા સમા, અતિ ઊંચા બેઠકખમાં અમને લઈ જવામાં આવ્યાં. (૯૭૯). હે ગૃહસ્વામિની, ત્યાં અમે ચોરસમૂહના નેતા ને સુભટોના ચૂડામણિ એ શુરવીરને ઝૂંપળના ઢગના બનેલા આસન પર બેઠેલો જોયો. (૯૮૦). તપાવેલા સુવર્ણની કાંતિ ધરતી અને તેનાં પુષ્પ આસપાસ ગૂંજતા શ્રમવાળી અસનવૃક્ષની ડાળીથી તેને ધીમે ધીમે પવન નાખવામાં આવતો હતો. (૯૮૧). વીર સૈનિકના ઓળખચિહ્ન સમા અને સંગ્રામના અંગલેપ સમા છાતીએ ઝીલેલા અનેક પ્રશરત ઘા વડે તેનું આખું અંગ ચીતરાયેલું હતું. (૯૮૨). અનેક યુદ્ધોમાં ભાગ લઈને રીઢા થયેલા (2) એર સુભેટોના સમૂહથી, કાળપુરુષ વડે યમરાજની જેમ, તે વીંટાળાયેલે હતો. (૯૮૩). ઘુવડ જેવી આંખો વાળો, પાટાથી વીંટેલી મોટી પીડીવાળો, કઠેર સાથળ અને પુષ્ટ કમર વાળા...(૯૮૪). મરણના ભયથી ત્રસ્ત, ધૃજતાં અમે તે વેળા તેને કરસંપુટની અંજલિરૂપી ભેટ ધરીને તેનું અભિવાદન કર્યું. (૯૮૫). તે દષ્ટિને સંકેચીને અમારામાં ભય પ્રેરતો, અનિમિષ નેત્ર, વાધ હરિણયુગલને જુએ તેમ અમને નિહાળી રહ્યો. (૯૮૬. ત્યાં રહેલા ચેરસમૂહો પણ અમારાં રૂપ, લાવણ્ય અને યૌવનને તેમની સ્વભાવતઃ રોક દૃષ્ટિથી જોતાં વિસ્મિત થયા. (૯૮૭). અનેક ગાય, સ્ત્રી ને બ્રાહ્મણોનો વધ કરીને પાપમય બનેલી બુદ્ધિથી જેનું હૃદય નિષ્કપ અને નિર્વાણ થઈ ગયું છે તેવા તે ભીષણ સેનાપતિએ અમારું નિરીક્ષણ કરતાં કરતાં પાસે રહેલા એક ચરના કાનમાં નિષ્કપ સ્વરે (?) કશોક સંદેશો કો (૯૮૮-૮૯) : “ ચાતુર્માસ સમાપ્ત થતાં સેનાપતિઓએ સ્ત્રીપુરુષની જોડી વડે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org