________________
તરંગલાલા
૧૦૭
આખી રાત લોકોની અવરજવરને કારણે નગરીનાં દ્વાર ખુલ્લાં જોઈને અમે બહાર નીસરી ગયાં, અને ત્યાંથી યમુનાને કાંઠે પહોંચ્યાં. (૮પ૯). ત્યાં અમે દોરડાથી ખીલે બાંધી રાખેલી નાવ અમે ઈ. તે હળવી, સરસ ગતિ કરી શકે તેવી, પહોળી છિદ્ર વગરના તળિયાવાળી હતી. (૮૬૦). તેને બંધનમાંથી છોડીને અમે બંને જણ સત્વરે તેમાં ચડી બેઠાં. મારા પ્રિયતમે રત્નકરડકને અંદર મૂકવ્યો અને હલેસાં હાથમાં લીધાં. ( ૮૬૧ ). નાગોને અને યમુના નદીને પ્રણામ કરીને અમે સમુદ્ર તરફ વહી જતા યમુનાપ્રવાહમાં જવા ઊપડ્યાં. (૮૬૨).
અપશુકન
તે જ વેળાએ અમારી જમણી બાજુ બધાં ચોપગાં પ્રાણીઓના બંદિજન સમાં, નિશાચર શિયાળે શંખનાદ જે નાદ કરવા લાગ્યાં. (૮૬૩). તે સાંભળીને પ્રિયતમે નાવને
ભાવીને મને કહ્યું, “સુંદરી, ઘડીક આપણે આ શુકનનું માન રાખવું પડશે. ( ૮૬૪ ). ડાબી બાજુ દોડી જતાં શિયાળ કુશળ કરે, જમણી બાજુ જતાં ઘાત કરે, પાછળ જતાં પ્રવાસથી પાછા વાળે, આગળ જતાં વધ કે બંધન કરાવે, (૮૬૫). પણ આમાં એક લાભ એ છે કે મારી પ્રાણહાનિ નહી થાય. આ ગુણને લીધે અપશુકનના દોષની માત્રા ઓછી થાય છે. (૮૬૬). એ પ્રમાણે કહેતાં પ્રિયતમે આપત્તિથી સાશંક બનીને પછી નાવને વેગે પ્રવાહમાં વહેતી કરી. (૮૬૭).
કાપ્રવાસ
જળતરંગે પર નાચતીકુદતી વછેરીની જેમ જતી નાવમાં, ઝડપથી ચાલતા હલેસાથી કુત વેગે અમે આગળ જઈ રહ્યાં હતાં. (૮૬૮). કાંઠેનાં વૃક્ષો, આગળ જોઈ એ તો ફુદરડી કરતાં લાગતાં હતાં; તે પાછળ જોતાં તે નાસી જતાં હોય તેવો આભાસ થતા હતા (2) (૮૬૯). વહન અતિશય મંદ હોવાથી, કાંઠેનાં વૃક્ષ વાયુને અભાવે નિકંપ હોવાથી, પક્ષીઓના બોલ પણ ન સંભળાતા હોવાથી યમુનાએ જાણે કે મૌનવ્રત લીધું હોય એમ લાગતું હતું. (૮૭૦).
એ વેળા, હવે ભીતિમુક્ત થતાં, પૂર્વના પરિચયથી વિશ્વસ્ત બનેલો પ્રિયતમ મારી સાથે હદયને ઠારે તેવો વાર્તાલાપ કરવા લાગ્યો. (૮૭૧). તેણે કહ્યું, “પ્રિયે, ભીરુ, ચિરકાળથી વિખૂટાં પડેલાં આપણે ઈષ્ટ સુખ આપનારે સમાગમ કેમેય કરીને પુણ્યપ્રભાવે થયે છે. (૮૭૨). સુંદરી, તેં જે સમાગમ સાધવા માટે ચિત્રપટ્ટ ન કર્યો હોય તો આપણે આપણાં બદલાયેલાં રૂપને કારણે એકમેકને કદી એળખી ન શકયાં હોત. (૮૭૩). હે કાન્તા, તે ચિત્રપટ્ટ પ્રદર્શિત કરીને મારા પર જે અનુગ્રહ કર્યો, તેથી આ પુનર્જીવન સમો પ્રેમસમાગમ પ્રાપ્ત થયો. ' (૮૭૪). આ પ્રકારનાં, કાન અને મનને શાતા આપતાં અનેક મધર વચનો પ્રિયતમે મને કહ્યાં, પણ હું પ્રત્યુત્તરમાં કશું જ બોલી ન શકી. (૮૭૫), ચિરકાળના પરિચિત પ્રસંગોને કારણે તેને મેં જીતી લીધું હોવા છતાં, હું અતિશય લજજા ધરતી, મારું મુખકમળ આડું રાખીને, ઢળેલી નજરે કટાક્ષપૂર્વક તેને જોતી હતી.(૮૭૬).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org