________________
તરંગલીલા
૧૦૫
નાસી જવાનો નિર્ણય
એ જ વખતે ત્યાં કોઈ પુરુષ ગીત ગાતા ગાતો રાજમાર્ગ ઉપરથી પસાર થશે. હે ગૃહસ્વામિની, તેના ગીતને અર્થ આવો હતો (૮૪૧) : સામે પગલે ચાલીને આવેલી પ્રિયતમ, યૌવન, સંપત્તિ, રાજવૈભવ અને વર્ષાઋતુની ચાંદની એ પાંચ વસ્તુને તરત જ ઉપભોગ કરી લે. (૮૪૨). પોતે જેને ઈચ્છતા હોય તે પ્રિયતમા પ્રાપ્ત થયા પછી જે માણસ તેને જતી કરે છે, તે જાતે ચાલીને આવેલી લલિત લક્ષ્મીને જ જતી કરે છે. (૮૪૩). જીવતરના સર્વસ્વ સમી, અત્યંત દુર્લભ એવી પ્રિયતમાને દીર્ઘ કાળે પ્રાપ્ત ક્યો પછી જે તેને જતી કરે છે તે સાચા પ્રેમી નથી, પરંતુ.. (૮૪૪). આ સાંભળીને, હે ગૃહસ્વામિની, ગીતના મર્મથી વિચારને ધક્કો વાગતાં, સંપૂર્ણ અને નિર્મળ શરચંદ્ર સમા મુખવાળો મારો પ્રિયતમ બેલ્યો (૮૪૫), ‘પ્રિયે, બીજે વિસર એવો પણ છે કે જે આપણે અત્યારે જ ક્યાંક પરદેશ ચાલ્યા જઈએ, તે ત્યાં રહીને લાંબો સમય નિર્વિને રમણ કરી શકીએ.' (૮૪૬). એટલે રડતાં રડતાં હું બોલી, “નાથ, હવે પાછા જવાની મારી શક્તિ નથી. હું તો તને જ અનુસરીશ. તમે કહે ત્યાં આપણે જતાં રહીએ.” (૮૪૭). મને વિવિધ અન્ય ઉપાય બતાવ્યા છતાં હું કૃતનિશ્ચય હોવાનું જાણીને તેણે કહ્યું, “તો આપણે જઈએ જ. પરંતુ હું માર્ગમાં વાપરવા માટે ભાથું વગેરે લઈ લઉં, એમ કહીને તે તેના ધરના અંદરના ભાગમાં ગયે. એટલે મેં પણ ચેટીને મારા આભૂપણ લઈ આવવા મેકલી. (૮૪૮-૮૪૯).
દૂતીને લીધા વિના પ્રયાણ
દૂતી અમારા આવાસ તરફ જવા ઝડપથી ઉપડી. તેટલામાં તો મારે પ્રિયતમ હાથમાં રત્નકરંડક લઈને પાછો આવ્યો. (૮૫૦). તેણે કહયું, “કમલપત્ર સમા લોચનવાળી, ચાલ, રોકાવાને હવે સમય નથી. શ્રેષ્ઠીને જાણ થાય ત્યાં સુધીમાં જ તું નાસી જઈ શકીશ.” (૮૫૧). એટલે હું લજિજત થતી બેલી, “મેં ચેટીને મારાં આભૂષણ લાવવા મોકલી છે, એ પાછી આવે ત્યાં સુધી આપણે ઘડીક થોભીએ.” (૮૫૨). એટલે તેણે કહયું, “સુંદરી, શાસ્ત્રકારોએ અર્થશાસ્ત્રમાં કહયું કે છે દૂતી પરાભવની દૂતી જ હોય છે, એ કાર્ય સિદ્ધ કરનારી નથી હોતી. (૮૫૩). એ દૂતી દ્વારા જ આપણી ગુપ્ત સંતલસ ફૂટી જશે. તેં એને શું કામ મોકલી ? સ્ત્રીનું પેટ છીછરું હોય છે (?), તેમાં લાંબા સમય રહસ્ય ટકતું નથી. (૮૫૪). કસમયે આભૂષણ લઈ ને આવતી તે કદાચ જે પકડાઈ જશે તો આપણે ભેદ ફૂટી જશે અને નાસી જવાનું ઊંધું વળશે એ નક્કી. (૮૫૫). એટલે તે પકડાઈ જાય તે પહેલાં આ ઘડીએ જ ભાગવું પડશે. સમયનો વ્યય કર્યા વિના પગલાં ભરનારનું કામ નિર્વિદને પાર પડે છે. (૮૫૬). વળી મેં મણિ, મુક્તા અને રનથી જડેલાં આભૂષણ લઈ લીધાં છે. મૂલ્યવાન અન્ય સામગ્રી, મેદિક વગેરે પણ લીધાં છે. તો ચાલ, આપણે ભાગીએ.’ (૮પ૭). તેણે આ પ્રમાણે કહયું એટલે તેની ઇચ્છાને વશ વતીનેહે ગૃહસ્વામિની, હું સારસિકાની વાટ જોયા વિના, સત્વર રવાના થઈ. (૮૫૮).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org