________________
તર ગલાલા
૧૦૩
છું. (૮૨૩-૮૨૪). એટલે ચેટીએ તેને કહ્યું, ‘તેણે મારી સાથે કોા સ ંદેશા નથી માણ્યેા; એ સ્વયં અહીં... તમારી પાસે આવી છે, તેથી તે જ તમને વિનંતી કરશે.' (૮૨૫), વળી ચેટી ખેાલી, ‘હે સ્વામી, આટલી વેળા તેણે કેમેય કરીને ધીરજ ધરી (?). એ કામાતુરના હવે તમે હાથ ઝાલો. (૮૨૬). તરંગે ઊછળતી ગ ંગા જેમ સમુદ્ર પાસે જાય, તેમ હે પુરુષસમુદ્ર, પૂર્વજન્મના અનુરાગજળે ભરેલી આ તરંગવતી કન્યાનદી તારી પાસે આવી છે.' (૮૨૭).
પ્રેમીઓનુ' મિલન
તે વેળા હું પણ અત્યંત ગભરાટ ધરતી, પરિશ્રમને કારણે પરસેવે રેબઝેબ અંગે વાળો, એકાએક આનદાશ્રુ ઊભરાઈ આવવાથી ક ંપતા શરીરવાળી તેના ચરણમાં પડવા ગઈ, ત્યાં તે। પ્રિયતમે વિનયથી મને હાથીની સૂંઢ સમી તેની સુખદ ભુજાએ વડે ઊંચકી લીધી. ( ૮૨૮-૨૯ ), અને ગાઢ આલિંગન દઈને તથા કાંય સુધી આંસુ સારીને તેણે મને કહ્યું, ‘મારા શાકને નષ્ટ કરનારી હે સ્વામિની, તારું સુસ્વાગત હા.' (૮૩૦). અને તે, વિકસિત કમળસરેાવરમાંથી બહાર આવેલી પણ કમળરહિત કરવાળી લક્ષ્મી સમી મને અનિમિષ તેત્રે, તેના હાસ્યથી વિકસતા સરસ મુખકમળ સાથે જોઈ રહ્યો. (૮૩૧), લજ્જાથી નમેલાં, અરધાં તીરછાં વળેલાં, હારયથી પુલકિત અંગે સાથે હું પણ તેને ક્ષેાભપૂર્વક તીરછી આંખે કટાક્ષથી જોતી હતી, અને તેની દૃષ્ટિ પડતાં મારી દૃષ્ટિ નીચી ઢાળી દેતી હતી. (૩૨-૩૩). પ્રિયતમના બધાં અવસ્થાંતરામાં સુંદર તે અતિશય ક્રાંત એવા રૂપથી મારી કામના સારી રીતે પૂર્ણ થઈ. (૮૩૪). તેના દર્શીનથી ઉદ્ભવેલી, પ્રીતિરૂપી ધાન્યની ઉત્પાદક, પરિતાષરૂપી વૃષ્ટિ વડે મારું હૃદયક્ષેત્ર તરભેળ બની ગયું. (૮૩૫).
or
તરગતીના સાહસથી પદ્મદેવની ચિતા
પછી પ્રિયતમે મને કહ્યુ, ‘તે આવું સાહસ કેમ આદયુ...? ક઼ાદરી, મેં તને કહ્યું તે। હતું કે વડીલની સૌંમતિ મળે ત્યા સુધી પ્રતીક્ષા કરજે. (૮૩૬). તારા પિતા રાજવીને માનીતા છે, શ્રીમંત છે, વેપારીઓના મંડળમાં તેનું વચન માન્ય હેાય છે, તેનું મિત્રમ`ડળ હ્મણ માટુ છે અને તે નગરશેઠ પણ છે. (૮૩૭). આ અવિનયની જાણ થતાં તે તારા ગુણ અને વિનયને બાધા પહેાંચાડશે અને મારા પર રૂઠતાં તે મારા આખા કુળને ઉચ્છેદ કરશે. (૮૩૮) માટે તેને તારા અહીં આવ્યાની જાણ થાય તે પહેલાં જ તું તારા ઘેર પાછી ફર. હું કાઈક ચેાગ્ય ઉપાય વડે તારી પ્રાપ્તિ થાય તેવું કાંઈક કરીશ. (૮૩૯). હે સુંદરી, આપણે ગુપ્તપણે નાસી જઈ એ તાપણું તે તકેદારી રાખનારા જાસુસેાની કામગીરી દ્વારા જાણી લેશે તેમાં કશે સંદેહ નથી,’ (૮૪૦).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org