________________
તરંગલાલા
૧૧
પ્રિયતમનું દર્શન
ભવનના મુખ્ય દ્વાર પર આસપાસ મિત્રોથી વીંટળાઈને નિરાંતે બેઠેલા પ્રિયતમને, એકાંત સ્થાને રહેલી મને દાસીએ બતાવ્યો (૮૦૭) – સર્વમહિર, સ્નાપ્રવાહ વહેવરાવતા (), દીપમાલાની વચ્ચે રાત્રીએ ઉદય પામેલા શરશ્ચંદ્ર જે (૮૦૮). તેને જોતાં, કાજળથી શામળ અને આંસુથી ભરાઈ આવેલી મારી આંખોની તૃષ્ણા શમતી જ ન હતી. (૮૯). ચિરકાળે જે હોઈને ચક્રવાકયોનિથી ભ્રષ્ટ થયેલા તેને, જાણે કે એ ખોટ પૂરવા માટે, હું કયાંય સુધી જોયાં કરવા ઈચ્છતી હતી. (૮૧૦). મેં તેને ઘણે લીધે ગાળે જોયો તેથી, અત્યારે ઘણા સમય સુધી જોઈ રહેવા છતાં, અખો આંસુ ભરેલી હેઈને હું તેને નિરંતર જોઈ ન શકી. (૮૧૧). પ્રિયતમને જોયો તેથી હર્ષિત થતી હું ત્યાં એક બાજુ ઊભી રહી; ગભરાયેલી અને લજિજત એવી અમે અંદર પ્રવેશ કરતાં ડરતી હતી, ૮૧૨). ત્યાં તે અમારા સદ્દભાગ્યે તેણે પોતાના પ્રિય મિત્રોને, “તમે કૌમુદીવિહાર જુઓ, હું તો હવે શયન કરીશ” એમ કહીને વિદાય કર્યા. (૮૧૩). તેઓ ગયા એટલે ચેટીએ કહ્યું, “આવ, હવે આપણે એ ચક્રવાકશ્રેષને મળવાને શ્રેણીના ઘર પાસે જઈએ.” (૮૧૪).
જઈને ભવનના આંગણાના એક ભાગમાં ધડકતા હૃદયે ઊભી રહી. દાસી જઈને તેને મળી. (૮૧૫). વસ્ત્રાભરણને ઠીકઠાક કરતી, મિલનાતુર એવી હું દેહધારી કામદેવ જેવા પ્રિયતમને મન ભરીને જોતી રહી. (૮૧૬), વિનયપૂર્વક હાથ જોડીને ત્યાં આવી ઊભેલી ચેટીને જોઈને અતિશય આદરભાવે હાંફળાફાંફળો પ્રિયતમ એકદમ ઊભો થયે. (૮૧૭). જે જગ્યાએ લજજાથી સંકેચાતી, ગુપ્તપણે હું ઊભી હતી તે તરફ જ તેણે ચેટીની સાથે પગલાં ભયાં. (૮૧૮). હર્ષાશ્રુથી સજળનેત્રે, દૂતીની આંગળી પકડીને, સંતોષની સ્પષ્ટ ઝલકવાળા વદને તે આ વચને બેલ્યો (૮૧૯): “મારા જીવતરની પાળ સમી, સુખની ખાણ સમી, મારા હૃદયગૃહમાં વસનારી, તે મારી સહચરી અને તારી સ્વામિની કુશળ છે ને? (૨૦). મદનના બાણપ્રહારે ઘાયલ હૃદયવાળા મને તો તેનો સમાગમ કરવાના મનોરથના. ખેંચાણને લીધે સહેજ પણ સુખ નથી. (૨૧). દૂતી, બહાનું કાઢીને મારા પ્રિય મિત્રોને એમ કહીને મેં વિદાય કર્યા કે તમે સૌ કૌમુદીવિહાર જોવા જાઓ. (૮૨૨). મિત્રોને વળાવી દઈને હું પ્રિયાવિરહની ઉત્કંઠાને હળવી કરવા, તમારા આવાસ પાસે જઈને ચિત્રપદ જેવા વિચારતો હતો ત્યાં તો મેં મારા આવાસમાં તને આવેલી જોઈ અને તેના સંતોષથી મારો હૃદયશોક દૂર થઈ ગયો. કહે, દૂતી, પ્રિયતમાએ જે તને કહ્યું તે હું સાંભળવા ઇચ્છું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org