________________
તરંગલાલા
સંદેશસમર્પણ
એ પછી સાર્થવાહપુત્રે મને આ પ્રમાણે કહ્યું, “ભદ્રે, તું ક્યાંથી આવી?” તારા આવવાનું શું પ્રયોજન છે? કહે, તારે માટે શું કરવાનું છે? એ પ્રમાણે તેણે કહ્યું, એટલે તારું પ્રેમકાર્ય મને અણગમતું છતાં પાર પાડવાના (2) કર્તવ્યથી બંધાયેલી હું બોલી, ‘અમારી સ્વામિનીએ આ પ્રમાણે વચન કહેવડાવ્યાં છે (૭૦૯-૭૧૦) : “હે મુલચંદ્ર, વિનયભૂષણ, અપયશ-દરિદ્ર, ગુણગર્વિત, યશસ્વી, સર્વ લોકેાના ચિત્તમાં પ્રવેશ કરનાર, તું આ નાની શી વિનંતી સાંભળ (૭૧૧): દિવ્યલેકવાસી અપ્સરાસુંદરીઓના સમી, શ્રેષ્ઠી ઋષભસેનની કુંવરી નામે તરંગવતીના હૃદયના મનોરથની વિશ્રાંતિ સમે મનોગત કામભાવ જે રીતે સફળ થાય તે રીતે કરવાની આપ કૃપા કરે (૭૧૨–૭૧૩). જે ચક્રવાકભવમાં જે તારે પ્રેમસંબંધ હતો તે હજી પણ તે હોય, તો તે ધીર પુરુષ, તેના જીવિતને તારા હાથને આધાર આપ.” (૭૧૪). તેના કહેવા પ્રમાણે મેં તને તેનો આ મૌખિક સંદેશો કહ્યો. તેની વિનંતીના પિંડિતાર્થ રૂપ આ પત્ર પણ તું રવીકાર.” (૭૧૫).
પદ્મદેવને વિરહવૃત્તાંત
મેં એ પ્રમાણે કહ્યું એટલે જે રુદનને લીધે સર્વાગે કંપતો, ઉદ્વિગ્ન વદન અને નયનવાળા, શેકમિશ્રિત આંસુ સાથે કણસતો, અને એમ ગાઢ અનુરાગ પ્રગટ કરતે, આંસુથી વાણી રંધાયેલી હોવાથી પ્રત્યુત્તર આપવાને અશક્ત હતો એવા તેણે, દુઃખમાંથી આશ્વાસન મેળવવા માટે ખોળામાં રાખેલા ચિત્રપટને પોતાના આંસુઓથી ધો. (૭૧૬–૭૧૮). સદનથી લાલ આંખેવાળા તેણે તે પત્ર લીધે, અને ભમર નચાવતાં ધીમે ધીમે તેણે તે વાંચે. (૭૧૯). પત્રને અથ ગ્રહણ કરીને પ્રસન્ન, ધીર, ગંભીર સ્વરે તેણે મને મધુર, સ્વસ્થ, સ્પષ્ટાર્થી અને મિતાક્ષરી વચનો આ પ્રમાણે કહ્યાં (૨૦): “હું અધિક શું કહું ? તો પણ ટૂંકમાં એક ખરી વાત કહું છું તે તું સાંભળ: જો તું અત્યારે ન આવી હોત તો ખાતરીથી કહું છું કે હું જીવતો રહ્યો ન હોત. (૨૧). સુંદરી, તું અહીં ઠીક વેળાસર અને યથાસ્થાન આવી પહોંચી. તેથી હવે તેના સંગાથમાં મારું જીવન જીવલોકનો સમગ્ર સાર બન્યું છે. (૭૨૨). ઉચ શરપ્રહાર કરવાવાળા કામદેવે
જ્યારે મને ઢાળી દીધો હતો, ત્યારે તારા આ આગમન રૂપી સ્તંભનો આધાર મને મળ્યો છે.” (૨૩). અને તે પછી તારું ચિત્રપટ જેવાથી થયેલું પૂર્વભવનું સ્મરણ, જે રીતે તે મને કહ્યું હતું, તે બધું તેણે મને કહ્યું (૨૪). ઉદ્યાનમાંની કમળતળાવડીમાં ચક્રવાકાને જોઈને તને થઈ આવેલા પૂર્વભવના સ્મરણની વાત મેં પણ તેને મૂળથી કહી. (૭૨૫).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org