________________
અય શબ્દબ્રહ્મ જ પરમતત્ત્વ છે.
પદવિભાગ અને વર્ણવિભાગ પારમાર્થિક નથી, વાસ્તવિક નથી. નિરવયવ વાકય તેવા જ (=નિરવયય) વાક્યાથનું વાચક છે એ સિદ્ધ થયું.
29. ननु यथा पदेषु वर्णा न सन्ति, वाक्येषु पदानि न सन्ति, तथा महावाक्ये ण्ववान्तरवाक्यान्यपि न स्युः । ततः किम् १ महावाक्यान्यपि प्रकरणापेक्षया न तात्त्विकानि स्युः । ततः किम् ? प्रकरणान्यपि शास्त्रापेक्षया न स्युः । ततोऽपि किम् ? एकमेवेदं शास्त्रतत्त्वम् अविमागमद्वयमापतति ।
उच्यते । यदि तत्त्वं पृच्छसि बुद्धयसे वा तदा एवमेतत् साधो ! शब्दब्रह्मैवेदमद्वयमनाद्यविद्यावासनोपप्लवमानभेदमर्थभावेन विवर्तते । न तु वाचकाद्विभक्त वाच्यमपि नाम किञ्चिदस्ति । तस्मात् काल्पनिक एव वाच्यवाचकविभागोऽयम् अविद्यैव विद्योपाय इत्याश्रीयते । वाग्रूपता तत्वम् , सर्वत्र प्रत्यये तदनपायात् । यथोक्तम्
वाग्रपता चेदुत्क्रामेदवबोधस्य शाश्वती ।
न प्रकाशः प्रकाशेत सा हि प्रत्यवमर्शिनी ॥ इति [वाक्यप० १.१२५] 29. શંકાકાર-જેમ પદમાં વણે નથી, વાક્યોમાં પદે નથી તેમ મહાવાકયમાં અવાન્તર વાક્યો પણ નહિ હોય.
સ્ફોટવાદી-તેથી શું? શંકાકાર-પ્રકરણની અપેક્ષાએ મહાવાક્યો પણ વાસ્તવિક નહિ બને.
સ્ફોટવાદી - તેથી શું ? શંકાકાર – શાસ્ત્રની અપેક્ષાએ પ્રકરણે પણ વાસ્તવમાં અસ્તિત્વ નહિ ધરાવે. સ્ફોટવાદી – તેથી પણ શું? કાકાર - અવિભાગ અદય એક જ શાતત્ત્વ આવી પડે.
ફાટવાડી - અમે કહીએ છીએ કે જે ખરું પૂછો, સમજે છે કે સજજન ! એમ જ છે. આ અદ્ય શબ્દબ્રહ્મ જ છે, જેમાં અનાદિ અવિદ્યાવાસનાને લીધે મિયા ભેદ ઊઠતા જણાય છે અને જે [ધટ, પટ આદિ અર્થ રૂપે વિવત (મિથ્યા પરિણામે) પામે છે. વાચકથી જુદું કંઈ વાચ્ય પણ નથી. તેથી વાચક અને વાચ્ચને આ વિભાગ કાલ્પનિક જ છે. અવિવાનો જ વિદ્યાના ઉપાય તરીકે આશ્રય કરવામાં આવે છે. વાયુરૂપતા જ તત્ત્વ છે, તે બધા જ જ્ઞાનમાં છે, કારણ કે કઈ જ્ઞાનમાંથી તે દૂર થતી જ નથી, જેમ કે કહેવામાં આવ્યું છે કે “અવધની (=જ્ઞાનની) સાથે હંમેશા પ્રાપ્ત થનારી વારૂપતા જે અવધિમાંથી દૂર થાય તો પ્રકાશ (=અવબોધ) પ્રકાશે નહિ (અર્થાત્ અવબોધ અને પ્રકાશિત કરે નહિ), કારણ કે વાર તા જ પ્રત્યવમશિની છે. r“આ ઘડે છે' એ પ્રકારને પ્રત્યવમર્શ ન થાય ત્યાં સુધી પદાર્થો ઘટ પ્રકાશિત થતા નથી.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org