________________
સંસારનું મૂળ મિથ્યાજ્ઞાન
૨૫ કારણભૂત દેના વિનાશથી થાય છે. એટલે પ્રવૃત્તિના કારણભૂત દોષોને વિનાશ કરે જોઈએ. દેનું કારણ મિથ્યાજ્ઞાન છે. મિથ્યાજ્ઞાનને નાશ કરવાને ઉપાય તત્ત્વજ્ઞાન છે, તત્ત્વજ્ઞાન મિથ્યાજ્ઞાનન' બાધક છે એ વાત પ્રસિદ્ધ છે અને એનું સમર્થન અમે પહેલાં વિસ્તારથી કર્યું છે. તેથી તત્ત્વજ્ઞાન વડે ક્રમથી મિથ્યાજ્ઞાન, દોષ, પ્રવૃત્તિ, જન્મ અને દુખની નિવૃત્તિ થતાં અપવગ પ્રાપ્ત થાય છે.
27. વરૂ જ મિથ્યાજ્ઞાનમપિ ગમાર્યમ, શારીરસ્થારમનો મિથ્યાજ્ઞાનાનુvપત્તિ, इतरेतरकार्यकारणभावेन च बीजाकुरवदनादिप्रबन्धप्रवृत्तेन प्रवर्तमाना मिथ्याज्ञानादयो भावाः संसार इत्युच्यते , तथाऽपि तत्कारणोच्छेदचिन्तायां कुतः प्रभृति उच्छेद उपक्रम्यतामिति विचार्यमाणे विशेषनियमाभावत् यतः कुतश्चिदिति प्राप्ते मिथ्याज्ञानस्य प्रतिकूलमुच्छेदकारणं तत्त्वज्ञानमुपलब्धमिति विशेषे प्रमाणाभावात् तदुच्छेद एवोपक्रम्यते ।
27. જો કે શરીર વિનાના આત્માને મિયાજ્ઞાન ઘટતું ન હોઈ, મિથ્યાજ્ઞાન પણ જન્મનું કાર્ય છે, અને પરસ્પર કાર્ય કારણ ભાવથી બીજ અને અંકુરની જેમ અનાદિ પ્રવાહમાં વહેતા રહેવાથી વર્તમાન બનેલા મિથ્યાજ્ઞાન વગેરે ભાવો સંસાર કહેવાય છે, તેમ છતાં તેમનાં કારણોના ઉછેદની વિચારણા વખતે “કયાંથી ઉછેદ શરૂ કરાય ?' એમ વિચારતાં વિશેષ નિયમ ન હોવાથી ગમે ત્યાંથી” એમ પ્રાપ્ત થતાં, મિથ્યાજ્ઞાનનું પ્રતિકૂળ એવું એનું ઉછેદકારણ તત્વજ્ઞાન ઉપલબ્ધ થયું છે એટલે [અમુકને ઉછેદથી શરૂ કરવું એવા] વિશેષમાં કઈ પ્રમાણુ ન હેવાથી, મિથ્યાજ્ઞાનના ઉચ્છેદથી શરૂઆત કરવામાં આવે છે.
28. अत एव मिथ्याज्ञानमूलः संसार उच्यते, तस्मिन्नुच्छिन्ने तदुच्छेदसम्भावात् । न ततः प्रभृति संसारः प्रवर्तते इति निपुणमतिभिरपि निर्धारयितुं शक्यम् , अनादित्वात् तस्येति । तदेवं तत्वज्ञानान्मिथ्याज्ञानापाये तत्कार्यदोषापायः, दोषापाये प्रवृश्यपायः, प्रवृत्त्यपाये जन्मापायः, जन्मापाये दुःखापायः, स एवापवर्ग इति । तदिदमुक्तम् 'उत्तरोत्तरापाये तदनन्तरापायात् ' इति ।
28. એટલે જ સંસારનું મૂળ મિથ્યાજ્ઞાન કહેવાય છે, કારણ કે મિથ્યાજ્ઞાનને ઉછેદ થતાં સંસારનો ઉછેદ સંભવે છે. અમુક વખતથી સંસાર શરૂ થયો છે એમ નિપુણમતિવાળાઓએ પણ નકકી કરવું શકય નથી કારણ કે સંસાર અનાદિ છે. તેથી આમ તત્ત્વજ્ઞાનથી મિથ્યાજ્ઞાનનો નાશ થતાં મિથ્યાજ્ઞાનના કાય દેષને નાશ થાય છે. દેષને ના થતાં પ્રવૃત્તિને નાશ થાય છે, પ્રવૃત્તિનો નાશ થતાં જન્મને નાશ થાય છે. જન્મને નાશ થતાં દુઃખને નાશ થાય છે, તે દુઃ ખવિનાશ જ અપવગ છે. એટલા માટે જ સત્રકારે કહ્યું છે કે “ઉત્તર ઉત્તરને નાશ થતાં તેમના અનન્તર પૂવ પૂર્વ નાશ થવાથી”.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org