________________
અર્થ તે અતીત અને અનાગત બને કાળમાં અનુસ્મૃત એક છે ૨૧૫ 118. બૌદ્ધ– પૂર્વકાલ અને અપરકાલ એ બે પરસ્પરવિરોધી છે એટલે તે બને એક જ વસ્તુમાં રહે નહીં', કાળભેદથી વસ્તુ પણ ભિન્ન થાય છે.
ને વિક– ના, એવું નથી કારણ કે કેયૂર, કિરીટ, કટક, કુંડળ આદિ ભિન્ન હોવા છતાં તેમને ધારણ કરનાર દેવદત્ત તો એક છે, અભિન્ન છે. અવયવીનું અસ્તિત્વ છે કે નહિ એની પરીક્ષા કરવી એ અન્ય વાદમાં (=ચર્ચામાં પ્રવેશ કરવા બરાબર છે; અપવર્ગ આફ્રિકામાં વિસ્તારથી અવયવીને અમે પુરવાર કરીશું, એટલે એ પરીક્ષા અહીં રહેવા દે.
બૌદ્ધ– કુંડળ આદિમાં પરસ્પરવિરોધ ન હોવાથી તેઓ એક સ્થાને રહે છે.
નૈયાયિક– ના, એવું નથી, કારણકે તમે તેમની વચ્ચે લાક્ષણિક વિરોધ તો સ્વીકાર્યો છે. પરસ્પરને પરિહાર કરીને બધી વસ્તુઓ પિતાના સ્વરૂપને – આત્માને વ્યવસ્થિત કરે છે એમ કહેનાર આપ કુંડળ આદિમાં પરસ્પરવિરોધ સ્વીકારે છે.
119. ननु केयूरादीनां विरोधेऽपि तदाऽवस्थानादेकदेवदत्तसम्बन्धित्वमभ्युपपद्येतापि । भूतवर्तमानयोस्तु युगपदसन्निधानात् कथं तद्विशिष्टता स्तम्भादेरुच्यते । प्रतीयते च द्वौ कालौ, न च सन्निहिताविति चित्रम् । किं भूतोऽपि काल इदानीमस्ति ? मैवम् , नासावस्तीत्युच्यते, अपि त्वासीदिति । अस्तीत्युच्यमानः वर्तमान एव स्यात् , न भूतः । हन्त ! तर्हि भूतो भूतत्वादेव नेदानीमस्तीति कथं प्रतिभासते ? भूतत्वेनैवेति बमः । भूतः कालो भूततया गृह्यते, वर्तमानो वर्तमानतयैवार्थस्तूभयानुगत एक एव, तथा ग्रहणात् ।
19. બૌદ્ધ– કેયૂર વગેરેમાં પરસ્પરવિરોધ હોવા છતાં તે વખતે [બધાંની યુગપત] અવસ્થિતિ હોઈ તેમને એક દેવદત્ત સાથે સંબંધ ઘટે પણ ખરો. પરંતુ ભૂતકાલ અને વર્તમાન કાલ બનેનુ યુગપત હોવું (=સન્નિહિત હેડવું) અસંભવ હેઈ, કેવી રીતે સ્ત ભ આદિ તે બનેથી વિશિષ્ટ છે એમ કહેવાય ? બે કાળની પ્રતીતિ થાય છે અને તે બે સન્નિહિત નથી એ તો વિચિત્ર કહેવાય ? શું ભૂતકાલ ભૂત (=અતીત) હોવા છતાં અત્યારે છે ?
નવાયિક– ના, એવું નથી. તે છે' એમ કહેવાતું નથી, પરંતુ તે હતો' એમ કહેવાય છે. “તે છે' એમ કહેવાય તો એ વતમાન બની જાય, ભૂત ન રહે.
બૌદ્ધ– અરે જે ભૂતકાળ ભૂત હોવાને કારણે અત્યારે નથી તે પછી તે જ્ઞાનમાં ભાસે છે કેવી રીતે ?
યાયિક- અમે કહીએ છીએ કે તે ભૂતકાળ ભૂતરૂપે જ ભાસે છે. ભૂતકાળ ભૂત તરીકે જ પ્રહાય છે, વર્તમાનકાલ પણ વતમાન તરીકે જ ગ્રહાય છે, અર્થ (=વસ્તુ ) તે ઉભય કાળમાં અનુસ્મૃત હેઈ, એક જ છે, કારણકે તે એક તરીકે જ ગૃહીત થાય છે.
120. નનું મૂતલક્થાનમાવાત તદર્થ જ્ઞાનમાર્થ સ્થાન , ન, धर्मिणस्तदवच्छिन्नस्य ज्ञानजनकस्य भावात् । भूतः कथमवच्छेदक इति चेत्
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org