SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ સવ આગમોને કર્તા ઈશ્વર છે એ મત અધિકારી જણાવાયું છે. તે અધિકારીને ત્યાગ કરવા પ્રેરવામાં આવ્યો છે અને તે તેના પ્રયોગથી પ્રાવધ કરીને અનર્થ નિમંત્રે છે જ, અને તેથી] વેદનું અપ્રામાણ્ય થતું નથી. કહેવામાં આવ્યું છે કે “વૈદિક ચેતના ( આદેશપ્રેરણા=વિધિ) દ્વારા અહીં અર્થ અને અનર્થ બંને લક્ષિત થાય છે.” અધિકારભેદથી ભિન્ન ભિન્ન કર્મો કરવા માટેની ચેદના (=વૈદિક આદેશ) ઘટતી નથી એમ નહિ. મરણની કામનાવાળી વ્યક્તિને સવરવાયજ્ઞ કરવાનો આદેશ વેદ આપે છે, જ્યારે આયુષ્યની કામનાવાળી વ્યક્તિને કૃષ્ણલચર્યજ્ઞને આદેશ વેદ આવે છે. તેથી ભિન્ન ભિન્ન કર્મો કરવાનો આદેશ આપવાથી અપ્રામાણ્ય નથી ? બૌદ્ધાગમમાં જાતિવાદનું જે નિરાકરણ કરવામાં આવ્યું છે તે પણ સવને અનુગ્રહ કરવા તત્પર એવા કરુણતિશયની પ્રશંસા કરવાના આશયથી છે, તેને કેવળ વાર્થમાં સમજવાનું નથી. અને સાથે જ ત્યાં [બૌદ્ધ આગમમાં- વિનયપિટકમાં] કહેવામાં આવ્યું છે કે “જાતિદુષ્ટ ( હીતજાતિવાળી) અને કાયદુષ્ટ (=હીનકર્મવાળી) વ્યક્તિઓને પ્રવજ્યા આપવી નહિ.' નિષ્કર્ષ એ કે કપિલ, સુગત, અર્વત વગેરે આતોએ રચેલાં બધાં અગમ પ્રમાણ છે એમ માનવું ગ્ય છે. 164. ગજે મત્તે સનમાનારીશ્વર પુત્ર માનું છોત્તેતિ | સ ફ્રિ सकलप्राणिनां कर्मविपाकमनेकप्रकारमवलोकयन् करुणया ताननुग्रहीतुमपवर्गप्राप्तिमार्ग बहुविधमुत्पश्यन्नाशयानुसारेण केषांचित् कचित् कर्मणि योग्यतामवगम्य तं तमुपायमुपदिशति । स्वबिभूतिमहिम्ना च नानाशरीरपरिग्रहात् स एव संज्ञाभेदानुपगच्छति । अर्हन्निति कपिल इति सुगत इति स एवोच्यते भगवान् , नानासर्वज्ञकल्पनायां यत्नगौरवप्रसङ्गात् । 164. બીજાઓ માને છે કે બધાં જ આગમોને પ્રણેતા ઈશ્વર છે, કારણ કે સફળ પ્રાણીઓના અનેકવિધ કર્મ વિપાકને દેખતા તેમ જ કરુણાથી તેમને અનુગ્રહ કરવા માટે અપવર્ગપ્રાપ્તિના અનેકવિધ માગને દેખતા તે ઈશ્વર આશયાનુસાર ક્યારેક કેટલાક પ્રાણીઓની અમક કમમાં ગ્યતા જાણીને તે તે ઉપાય તેમને ઉપદેશે છે. પોતાની વિભૂતિના મહિમાથી અનેક શરીરો ધારણ કર્યા હોવાને કારણે તે ઈશ્વર જ “અહંત', 'કપિલ”, “સુગત', વિગેરે] જુદાં જુદાં નામે પામે છે [એમ માનવું ઉચિત છે કારણ કે અનેક સવો માનવામાં યત્નની અને ગૌરવની આપત્તિ આવે છે. 165. નનું શુદ્ધ શુદ્રોનસ્ય જ્ઞોSTલ્ય, સ હાથમીશ્વર મહેતુ ? રતमेतद्भगवता कृष्णद्वैपायनेन --- यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत । अभ्युत्थानमधर्मस्य तदाऽऽत्मानं सृजाम्यहम् ।। इति [गीता. ४.७] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy