SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ચાર વેદમાં અથર્વવેદ શ્રેષ્ઠ [ ભૂલ વગેરે ] મહાવ્યાહુતિઓનું તેમ જ તેમાં અપ્રસિદ્ધ બૃહત્ વગેરે મહાવ્યાહતિઓનું ઉત્થાન તેમાંથી જ (= અથર્વવેદમાંથી જ) થયેલું છે. J24. અથર્વવેત્તોપનાનjરારશ્ય વેત્તરદાયનમવિરુદ્ધમ્ | સંવેદ્દોपनीयमानस्य तु नाथर्वणोपनयनसंस्कारमप्रापितस्याथर्ववेदाध्ययनेऽधिकारः। तदुक्तम् , 'भृग्वङ्गिरोविदा संस्कृतोऽन्यान् वेदानधीयीत, नान्यत्र संस्कृतो भृग्वङ्गिरसोऽधीयीत' इति [गो.बा. १.२९] । त्रय्येकशरणैरपि चैतदवश्याश्रयणीयम् अथर्ववेदविहितं स्वकर्मभ्रंशे प्रायश्चित्तमाचरद्भिरित्यथर्ववेद एव ज्यायान् । 124. અથર્વવેદ ભણવા માટે ઉપનયન સંસ્કાર પામેલે બીજા વેદોનું અધ્યયન કરે તે એમાં કંઈ વિરોધ નથી. પરંતુ બીજા વેદ ભણવા માટે ઉપનયન સંસ્કાર પામેલે હેય પણ અથર્વવેદ ભણવા માટે ઉપનયન સંસ્કાર પામેલ ન હોય તેને અથર્વવેદ ભણવાને અધિકાર નથી. એટલે કહેવામાં આવ્યું છે, “અથર્વવેદના જાણકાર દ્વારા ઉપનયન સંસ્કાર પામેલે અન્ય વેદનું અધ્યયન કરી શકે, પરંતુ અન્યત્ર ઉપનયન સંસ્કાર પામેલ હોય તે અથર્વવેદનું અધ્યયન ન શકે ” [અશ્વેદ, યજુર્વેદ અને સામવેદ] આ ત્રયીને જ વેદ માની જેઓ એમનું શરણ સ્વીકારે છે તેઓ પણ જ્યારે સ્વકર્મમાં ભૂલ કરે છે ત્યારે અથર્વવેદવિહિત પ્રાયશ્ચિત્ત આચરે છે. એટલે તેમણે પણ અવશ્ય સ્વીકારવું જોઈએ કે અથર્વવેદ જ શ્રેષ્ઠ છે. 125. ચા માનવં વાક્યમુદ્દાઢd વીંત્રશાદ્ધિવ, તત્ત ત્રિવેદ્દાધ્યયન वैकल्पिकम् । वेदानधीत्य वेदी वा वेदं वाऽपि यथाक्रमम्' इति [मनुस्मृति ३.२] एकस्मिन् वेदे द्वादशवर्षाणि व्रतं, द्वयोश्चतुर्विंशतिः, त्रयाणां षट्त्रिंशदिति । यस्तु चतुरो वेदानधीते तस्य 'अष्टचत्वारिंशद्वर्ष वेदब्रह्मचर्यमुपासीत' इति स्मृत्यन्तरमस्ति, न च तदा दृतम् । तत्र त्रिवेदाध्यायिनामेव प्रतिवेदं षोडशवर्षाणि व्रतं चरेदिति व्याख्यानमसङ्गतम् , उपक्रमविरोधाद् अनुपयोगाच्च । तेन वेदान्तराध्ययनकृत एवायं विकल्पविधिन द्वादशषोडशवर्षापेक्ष इति । अनादरोऽप्यस्यां स्मृतौ 'कृष्णकेशोऽग्नीनादधीत' इति श्रुतिविरोधकृतः, नाथर्ववेदाध्ययननिषेधगर्भ इति । - 125. મનુસ્મૃતિમાંથી ૩૬ વર્ષ બાબતનું જે વાક્ય ટાંકવામાં આવ્યું છે તે તો ત્રણ વેદના અધ્યયન વિશેનું વૈકલિક વાકય છે. “વેદોને ભણીને, બે વેદોને ભણીને કે પછી ક્રમાનુસાર એક વેદને ભણીને ” એમ એક વેદના અધ્યયનમાં બાર વર્ષનું વ્રત, બે વેદના અધ્યયનમાં ચોવીસ વર્ષનું વ્રત અને ત્રણ વેદના અધ્યયનમાં છત્રીસ વર્ષનું વ્રત છે. પરંતુ જે ચાર વેદનું અધ્યયન કરે છે તેની બાબતમાં અન્ય સ્મૃતિવાક્ય છે કે “૪૮ વર્ષ સુધી વેદાધ્યયન માટે બ્રહ્મચર્ય વ્રત પાળવું ”, આર્યોએ તેને અનાદર નથી કર્યો. ત્યાં ત્રણ વેનું અધ્યયન કરનારાઓ પ્રતિવેદ ૧૬ વર્ષનું વ્રત આચરે એવું વ્યાખ્યાન અસંગત છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy