SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ નિત્ય સંબંધ હોય તે અર્થવ્યભિચાર ન સંભવે એ આક્ષેપને મીમાંસકને ઉત્તર ૨૩ इति स्यात् । समयपक्षे च यदृच्छाशब्दतुल्यत्वं सर्वशब्दानां प्राप्नोति । तेन गवाश्वादिशब्दानां नियतविषयत्वं न स्यात् । 40. વળી, જે પોતે શકિતશૂન્ય છે અને કેવળ સમય જ જેનું શરણ છે તે શબ્દ કેવી રીતે આંખોં મચકાર, હાથની સંજ્ઞા વગેરેથી જુદા પડે ? કારણ કે ત્યારે તે તે ચાબુક અંકુશ આરના ફટકા જેવો જ બને, અને શબ્દ દ્વારા અથને અમે જાણીએ છીએ એ લૌકિક વાત બાધિત થાય, સમ્સ દ્વારા અને અમે જાણીએ છીએ એમ કહેવાનું થાય. વળી, સમયપક્ષમાં છાશબ્દના જેવા બધા શબ્દો બની જાય, પરિણામે “ગો’ ‘અશ્વ' આદિ શબ્દનું નિયતવિષયવ ન રહે. 41. પુનરુથ્થતે “નાસ્તિવશે વાનિયમાનૂ' ન્યાયસૂત્ર ૨.૨.૫૭] समयरूपः सम्बन्ध' इति । जातिशब्देनात्र देशो विवक्षितः । किल कचिद्देशविशेषे कश्चिच्छब्दो देशान्तरप्रसिद्धमर्थमुत्सृज्य ततोऽर्थान्तरे वर्तते, यथा चौरशब्दस्तस्करवचन ओदने दाक्षिणात्यैः प्रयुज्यते । एतच्च समयपक्षे युज्यते, नित्ये तु सम्बन्धे कथं तदर्थव्यभिचार इति ? तदप्ययुक्तम् , सर्यशब्दानां सर्वार्थप्रत्यायनशक्तियुक्तत्वात् कचिद्देशे केनचिदर्थेन व्यवहारः । अत एव चानवगतसम्बन्धे श्रुते सति सन्देहो भवति 'कमर्थं प्रत्याययितुमनेनायं शब्दः प्रयुक्तः स्यात्' इति । असत्यां हि शक्तौ अकृतसमये निरवलम्बना प्रत्यायकत्वाशङ्केति । अथ वाऽऽर्यदेशप्रसिद्ध एव शब्दानामर्थः इतरस्तु म्लेच्छजनसम्मतो नादरणीय एव । तस्मात् समयपक्षस्यातिदौबल्यादकृत्रिम एव शब्दार्थयोः सम्बन्ध इति न तत्र पुरुषस्य प्रभविष्णुता । - 41. વળી, તમે યાયિકે કહે છે કે ભિન્ન ભિન્ન જાતિમાં એકનો એક શબ્દ એકના એક અર્થમાં પ્રયોજાતો ન હોવાથી શબ્દ અને અર્થ વચ્ચેનો સંબંધ સ્વિાભાવિક નથી પણ સમયરૂપ છે. ‘જાતિ' શબ્દથી અહીં પ્રદેશ વિવક્ષિત છે. કહેવાય છે કે કોઈક પ્રદેશમાં અમુક પ્રદેશમાં તેને જે પ્રસિદ્ધ અર્થ હોય છે તે છેડી બીજા જ અર્થમાં પ્રયોજાય છે જેમકે “એરંશબ્દ જે [ઉત્તરમાં] તસ્કરવાચ્ય છે તેને દાક્ષિણા ભાત (=ચેખા) ના અર્થમાં પ્રયોજે છે. અને આ વસ્તુ સમયપક્ષમાં ઘટે છે; સંબંધ નિત્ય સ્વાભાવિક હોય તે શબ્દને આ અથવ્યભિચાર કૈવી રીતે હોય ? તૈિયાયિકનું આ કહેવું] બરાબર નથી, કારણ કે બધા શબ્દો (અર્થાત પ્રત્યેક શબ્દ) બધા અર્થોનું જ્ઞાન કરાવવા શક્તિમાન હોઈ કેઈક દેશમાં કઈક અર્થમાં પ્રયોજાય છે. તેથી જ સંબંધ અજ્ઞાત હોય છે ત્યારે શબ્દ સાંભળતાં સંદેહ થાય છે કે “કો અથ જણાવવા તેણે આ શબ્દ પ્રયેજ હશે ?' શબ્દમાં અથ જણાવવાની શકિત ન ડેય અને સમયસંબંધ કર્યો ન હોય તે પ્રત્યાયક્તાની શંકા નિર્વિષય બની જાય. અથવા, આદેશમાં પ્રસિદ્ધ હોય તે જ અર્થ શબ્દોને છે, મ્લેચ્છોને સંમત બીજો અર્થ અનાદરણીય જ છે. [આમ અર્થવ્યભિચાર છે જ નહિ એટલે નિત્ય સ્વાભાવિક સંબંધ માનવામાં બાધ આવતો નથી.] નિકષ એ કે સમયપક્ષ અતિ દુબલ હોઈ શબ્દાર્થ સંબંધ સ્વાભાવિક છે એટલે ત્યાં પુરુષનું પ્રભુત્વ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy