SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ વાક્યાથ ભાવના છે એ મત ૨૫૭ ઉપયોગ કરે છે જ્યારે લાવવા પ્રેરનાર શેઠ નોકરમાં જલાયન માટે પ્રવૃત્તિ ઉતપન્ન કરવા સાધન તરીકે લિ આદિના જ્ઞાનને ઉપયોગ કરે છે, મતલબ કે લિ આદિ શબદધટિત વાક્ય સંભળાવી લિનું જ્ઞાન કરાવી નેકરમાં (ગ્રેષ્ય પુરુષમાં પ્રવૃત્તિને પેદા કરે છે. પાણું લાવનાર નોકર ફ્રીજ પાસે જવું, તેને ઉઘાડવું, તેમાંથી ઠંડા પાણીને બાટલે કે, પ્યાલામાં ઠંડુ પાણી રેડવું વગેરે રીતને અપનાવે છે જ્યારે પ્રેરણા કરનાર શેઠ “પાણી લાવવું જરૂરી છે' એવું પ્રાગટ્યજ્ઞાન નોકરને થાય એવી રીત અપનાવે છે. ઉત્પદ્યમાન ફળની ઉત્પત્તિને જનક એ ઉપાદકને વ્યાપાર ભાવના કહેવાય છે. આથી, ઉપદ્યમાન પ્રવૃત્તિની ઉત્પત્તિનો જનક એવો ઉપાદકને (અહીં ઉપદક પ્રવર્તક= પ્રવયિતા છે) પ્રેરણા નામને વ્યાપાર ભાવના કહેવાય. તે જ રીતે ઉપદ્યમાન આનયનરૂપ ફળની ઉપત્તિને જનક એ ઉત્પાદનો ( અહી ઉત્પાદક ચિજય પુરુષ છે | પ્રવૃત્તિરૂ૫ વ્ય પાર પણ ભાવના કહેવાય. આમ પ્રેરણું વ્યાપાર અને પ્રવૃત્તિ વ્યાપાર બંને ભાવના કહેવાય. - હવે આ જ પ્રમાણે ૩થતિ 1 થત' વગેરે વૈદિક વાક્યો લે. અહીં વત'માં વન્ ધાતુ ઉપરને જે તે પ્રત્યય છે તે લિડર તરીકે પ્રેરણાનો વાચક છે તથા તે જ ત પ્રત્યય લકાર ( = આખ્યાત સામાન્ય તરીકે પ્રેરણુજન્ય પ્રવૃત્તિનો વાચક છે. પરંતુ લોકમાં અને વેદમાં ફરક આટલે જ છે કે લેકમાં ‘મ્ મા ય’ જેવા લૌકિક વાકયને પ્રયોક્તા પુરુષ હોવાથી પ્રેરણુવ્યાપાર પ્રવર્તાક પુરુગમાં હોય છે, ‘નમ્ માન’ એ વાક્યને પ્રયોક્તા પુરુ ( = શેઠ ) જ પ્રવર્તક છે; લાકમાં પ્રેરણારૂપ વ્યાપાર વાક્યપ્રયોક્તા પુરુષમાં છે. જયારે વેદમાં ‘રિમેન દ્વાને ત’ જેવાં વૈદિક વાકયેનો પ્રયોક્તા પણ ન હોવાથી, અર્થાત વેદ અનાદિ હોઈ અપષય હોવાથી, લિડ' આદિ શબ્દમાં જ પ્રેરણારૂપ વ્યાપારને તાદામ્યસંબંધથી અભિધારૂપે મીમાંસકે સ્વીકારે છે. આથી પ્રેરણારૂપ વ્યાપારને તેઓ શાબ્દી ભાવના તરીકે ઓળખે છે. આખ્યાત સામાન્ય તરીકે લિડથી વાચ પુરુષપ્રવૃત્તિ, જે શબ્દભાવનાજન્ય ( = પ્રેરણુખ્ય વ્યાપારજન્ય છે, તેને તેઓ આથીભાવના કહે છે, કારણ કે તે અ( = પ્રયોજન ને લઈ થનારી હોય છે. પ્રજનની ઇચ્છાથી પેદા થએલે ક્રિયવિષયક એક પ્રકારને જે વ્યાપાર તે આથી ભાવના કહેવાય. સ્વામી ને ”માં પ્રોજન વગરૂપ ફળ છે. તે સ્વર્ગની ઈચછાથી ( = રાગથી ) પેદા થયેલ. સ્વગરૂ૫ ફળનું સાધન એવી યાગાદિદિયા જેનું કર્મ ( = વિષય) છે એવો પુરુષ પ્રવૃત્તિરૂપ વ્યાપાર તે આથભાવના. જો કે શાબ્દી ભાવનાને ( = પ્રેરણા વ્યાપારને ) પણ પ્રવૃત્તિરૂપ પ્રજન ( = ફળ ) છે છતાં જે સુખરૂપ હોય તે જ મુખ્ય ફળ ગણવ, નહીં કે તેનાં સાધને પણ; એ દષ્ટિએ સુખરૂપ સ્વર્ગાદિ ફળની જનક પ્રવૃત્તિને જ તેઓ “અર્થભાવન’ શબ્દથી ઓળખે છે. અથવા, પુરુષ વગેરે અર્થમાં રહેતી હોવાથી પ્રવૃત્તિ આધીભાવના તરીકે ઓળખાય છે. , ભાવના સાથ, સાધન અને ઇતિકર્તવ્યતા એ ત્રણ અંશથી યુક્ત હોય છે. આથી, “ચેરિટેજમેન વામ વત’ એ ઠેકાણે શબ્દભાવના નીચે પ્રમાણે ત્રણ અંશથી યુક્ત છે. પુરૂષ પ્રવૃત્તિરૂપ અર્થભાવના સાધ્ય તરીકે, લિડ આદિનું જ્ઞાન સાધન તરીકે અને અર્થવાદથી જન્ય પ્રાશર્યજ્ઞાન ઇતિક્ત-યતા તરીકે શબ્દભાવના સાથે અન્વિત થાય છે. તે જ રીતે આ જ વાક્યમાં અભાવના પણ ત્રણ અંશથી યુક્ત છે. સ્વગ” સાધ્ય તરીકે, યોગ સાધન તરીકે અને પ્રયાજ વગેરે અંગસમૂહ ઇતિકર્તવ્યતા તરીકે અર્થભાવના સાથે અન્વિત થાય છે. ] Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy