SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ પદાર્થથી જુદો વાકયાઈ છે અને વાસ્તવિક પણ છે ૨૨ ૩ વિષય છે તે વાક્યર્થ છે. આ જ પ્રમાણે કેવળ ગુણપદ કે કેવળ ક્રિયાપદના ઉચ્ચારણમાં જવું જોઈએ. [ અર્થાત કેવળ દ્રવ્યપદ “ગાય લઈને પ્રશ્ન કર્યો તેમ કેવળ ગુણ દ લઈને અને કેવળ ક્રિયાપદ લઈને પણ પ્રશ્ન કરવો જોઈએ અને તે પ્રશ્નનો ઉત્તર પણ તે પ્રમાણે આપ જોઈએ. ] તેથી, કહેવામાં આવ્યું છે કે કેવળ પદેથી અન્ય જ્ઞાનના વિષય કરતાં વાક્યજન્ય જ્ઞાનના વિષયમાં જે આધિકર્યો છે તે વાકયાથ છે. 168. સંસળsfપ પાર્થાનાં ન ન કરતે / ર દિ “ૌરવ પુરુષો हस्ती' इत्यसंसृष्टपदार्थप्रतीतिवद् ‘गौः शुक्ला आनीयताम्' इति प्रतीतिः । यथा च संसर्गः प्रतीयते यश्च प्रतीत्युपायस्तत्सर्वं विस्तरतो निर्णेष्यते । तस्माद् बाह्य एव वाक्यार्थः । 168. પદાર્થોને સંસર્ગ પણ જ્ઞાત થતો નથી એમ નહિ, કારણ કે “ગાય અશ્વ પુરુષ હાથી’ એ સંસર્ગ નહિ ધરાવતા પદાર્થોના જ્ઞાનના જેવું “શુકલ ગાય લાવો’ એ પદાર્થોનું જ્ઞાન નથી. કેવી રીતે સંસર્ગનું જ્ઞાન થાય છે, સંસગના જ્ઞાનનો ઉપાય કયો છે, એ બધાને વિસ્તારથી નિર્ણય કરીશું. નિષ્કર્ષ એ કે વાયાથ બાહ્ય અસ્તિત્વ ધરાવે છે. 169. નાહ્ય પત્ર મવન ચત્ર છેઃો વાવયાર્થ, વિહિપનાવમાત, संसर्गमन्तरेण चान्यव्यच्छेदस्यापि दुरुपपादत्वात् । न हि शुक्लपदार्थेनासंसृष्टो गोपदार्थः कृष्णादिभ्यो व्यावृत्त इत्यवगम्यते । 169. વાક્યાથ બાહ્ય જ હોવા છતાં તે વ્યવચ્છેદ ( = વ્યાવૃત્તિ) રૂપ નથી, કારણ કે વાયાર્થ વિધિરૂપે જ્ઞાત થાય છે અને સંસગ વિના અન્ય વ્યવચ્છેદનું પણ ઘટવું મુશ્કેલ છે. શુલપદાર્થ સાથે સંસર્ગસંબંધ ન ધરાવતો ગોપદાર્થ કૃષ્ણ વગેરે ગોવ્યક્તિઓથી વ્યાવૃત્ત છે એવું જ્ઞાન આપણને થતુ નથી. ___170. गोशब्दात् सर्वगवीषु बुद्धिरुपसर्पन्ती पदजनिता शुक्लपदसन्निधानादन्यतः कृष्णादेरपसर्पतीति व्यवच्छेदो वाक्यार्थ इति चेत् , मैवम् , तत्सम्बन्धावगमपूर्यकत्वात् तदितरव्यावृत्तः । तत्सम्बन्धावबोधेन सिद्धे वाक्यस्यार्थवत्त्वे पाश्चात्यः कृष्णादिव्यवच्छेदावगमो यदि भवति, भवतु कामं, न त्वसौ वाक्यार्थ इति । 170. ‘ગાય' પદથી જન્મેલી બુદ્ધિ બધી ગાયોમાં જતી, “શુક્લપદના સામીને કારણે, કૃષ્ણ આદિ ગોવ્યક્તિઓમાંથી પાછી વળે છે એટલે વ્યવછેદ વાકયા છે એમ જે તમે કહેતા હો તો અમે કહીએ છીએ કે ના, એવું નથી, કારણ કે “ગો પદાર્થ અને શુકલપદાર્થના સંબંધનું જ્ઞાન થયા પછી જ કૃષ્ણગોવ્યક્તિઓની વ્યાવૃત્તિ થાય છે. પદાર્થોના સંબંધના જ્ઞાનથી જ તે પદાર્થોની વાક્યર્થવત્તા પુરવાર થયા પછી કૃષ્ણ આદિ ગવ્યક્તિઓની વ્યાવૃત્તિનું જ્ઞાન જ થતું હોય તો ભલે થાઓ, પરંતુ વ્યાવૃત્તિ ( = વ્યવચ્છેદ ) વાયાઈ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy