________________
શબ્દ અનુમાનથી જુદું પ્રમાણ નથી તેથી, અનુમાનના લક્ષણ વડે શબ્દનો આક્ષેપ થત હેઈ, શબ્દ માટે અન્ય લક્ષણ કહેવું ન જોઈએ. પક્ષવિષયગાહીત બંનેમાં સમાન છે. સામાન્યવિષયગ્રાહીતા પણ બંનેમાં છે કારણ કે બંને સંબંધની અપેક્ષા રાખે છે. સંબંધ અજ્ઞાત હોય ત્યારે બેમાંથી એક પણ પ્રવૃત્ત થતું નથી. અને વિશેષ અનંત હેઈ, સંબંધ અત્યંત દુય છે. જેમ પ્રત્યક્ષ વડે ધમને દેખીને અનિનું અનુમાન થાય છે તે જ રીતે શબ્દને સાંભળીને તેના અર્થ : જ્ઞાન થાય છે. અનુમાનની જેમ અહીં પણ અન્વય-વ્યતિરેક બને છે. જે શબ્દ જે અર્થમાં [પ્રયોજતા દેખાય છે તે શબ્દ તે અર્થનો વાચક છે. જેમ અગ્નિમાન હોવાને કારણે ધૂમને પક્ષ ગણવામાં આવે છે તેમ શબ્દને જ પક્ષ કલ્પવામાં આવશે કારણ કે તે અર્થવાન છે. અનુમાનમાં ધૂમત્વસામાન્ય જેમ હેતુ બને છે તેમ અહીં પણ ગે, અશ્વ, આદિ શબ્દસામાન્ય હેતુ બનતા દેખાય છે. આમ વિષય અને કારણસામગ્રીની સમાનતાને આધારે તેમના એકત્વને નિશ્ચય થતું હોય તે કઈક [૨૭] વિલક્ષણતા તેમના અન્યત્વનું કારણ ન બની શકે. ક્રમથી જાગેલા પૂર્વવર્ણોના સંસ્કારની સહકારિતા, પુરુષાપેક્ષ અસ્તિત્વ, વિવક્ષાને અનુસરવાનો નિયમ વગેરે વિશેષોને લીધે શબ્દ અનુમાનથી જુદું પ્રમાણુ બની જતો નથી, કાર્ય, કારણ, ધર્મ, વગેરે વિશેષો શું અનુમાનમાં નથી ? [કેઈ અનુમાનમાં હેતુ કાર્ય છે, કઈ અનુમાનમાં હતું કારણ છે, ઈત્યાદિ. એથી શું એ બધાં અનુમાનો સ્વતંત્ર પ્રમાણ બની જાય છે ?] શબ્દને ઇરછા પ્રમાણે વિનિયોગ શકય છે એ પણ કંઈ તેના અનુમાનથી ભિન્ન હોવાનું કારણ નથી, કારણ કે હસ્તસંજ્ઞા વગેરે લિંગેની બાબતમાં પણ ઈરછી પ્રમાણે વિનિયોગ દેખાય છે. [‘જયારે આંગળીઓ આ પ્રમાણે હોય ત્યારે આ અર્થ સમજ - આ ઉદાહરણમાં હતસંજ્ઞારૂપ લિંગને ઈરછા પ્રમાણે વિનિયોગ છે જ.] વિષય અભ્યસ્ત હેય ત્યારે દષ્ટાન્તનિરપેક્ષતા [યા સંબંધસ્મરણનિરપેક્ષતા] તે બંનેમાં સમાનપણે હોય છે, જયારે વિષય અનવ્યસ્ત હોય ત્યારે સંબંધસ્મરણાપેક્ષા બંનેને હેય છે. જેમ “અશ્વ” વગેરે શબદો જુદી જુદી વ્યક્તિઓમાં ભિન્ન ભિન્ન જ્ઞાન ઉત્પન્ન કરે છે તેમ અસ્પષ્ટ લિંગ પણ જુદી જુદી વ્યક્તિઓમાં ભિન્ન ભિન્ન જ્ઞાને ઉત્પન્ન કરે છે. જેમ પ્રમાણુભાસતાને કારણે અનેક અને ભ્રમ કરાવનાર લિંગ સ્કુટ અને નિશ્ચય નથી કરાવત’ તેમ પ્રમાણભાસતાને કારણે અનેક અર્થોને ભ્રમ કરાવનાર શબ્દ પણ સ્કુટ અર્થને નિશ્ચય નથી કરાવતો. વળી, શબદથી જયારે પણ કોઈ પણ જ્ઞાન ઉત્પન્ન થાય છે ત્યારે તે શબ્દ આપ્ત પુરુષને છે તેથી” એ લિંગ દ્વારા [વિષયનું] નિશ્ચિત જ્ઞાન થાય છે. એટલે જ બુદ્ધિમાન “આપ્તવચન બાહ્ય વિષય સાથે અવિસંવાદી હોય છે એ વ્યાપ્તિને આધારે શબ્દને પણ અનુમાન જ માને છે. વળી, શબ્દનું પ્રામાણ્ય કેવળ વકતાની વિવક્ષામાં જ છે. બાહ્ય અર્થમાં નથી કારણકે શાબ્દ જ્ઞાનને બાહ્ય અર્થ સાથે વિસંવાદ - વ્યભિચાર જણાય છે. એટલે, શબ્દ વિવક્ષાનું લિંગ છે, [બાહ્ય અર્થનું નથી].
૭. તત્રામીયતે – દ્વિવિધ: રાક, પાતમાં વાચારમાં રેતિ તત્ર वाक्यमनवगतसम्बन्धमेव वाक्यार्थमवगमयितुमलम्, अभिनवविरचितश्लोकश्रवणे सति पदसंस्कृतमतीनां तदर्थावगमदर्शनात् । अतः सम्बन्धाधिगममूलप्रवृत्तिनाउनुमा
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org