SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ સન્નિવેશહેતુ પરીક્ષા अयं त्वय एव कलशादिसन्निवेशात् पर्वतादिसन्निवेशः । नात्र सन्निवेशसामान्य किञ्चिदुपलभन्ते लौकिकाः । सन्निवेशशब्दमेव साधारणं प्रयुञ्जते । न च वस्तुनोरत्यन्तभेदे सति शब्दसाधारणतामात्रोण तदनुमानमुपपद्यते। न हि पाण्डुतामात्रसाधारणत्वेन धूमादिव कक्कोलरजोराशेरपि कृशानुरनुमातुं शक्यते इति । तदुक्तम् सिद्धं यादृगधिष्टातृभावाभावानुवृत्तिमत् । सन्निवेशादि तत्तस्माद् युक्त यदनुमीयते ॥ वस्तुभेदप्रसिद्धस्य शब्दसाम्यादभेदिनः । न युक्ताऽनुमितिः पाण्डुद्रव्यादिव हुताशने ।। इति। [प्र०वा २. ११-१२] 164 શંકાકાર (બૌદ્ધ)–શકોરા વગેરેમાં જે પ્રકારને સન્નિવેશ કર્તા સાથે અવિનાભાવ સંબંધ ધરાવતો દેખાય છે તે સન્નિવેશ જોઈને કોઈક વાર જેનો કર્તા દેખાતો નથી તે કલશ વગેરેની બાબતમાં તેમના કર્તાનું અનુમાન કરવું યોગ્ય છે. પરંતુ આ પર્વત વગેરેને સન્નિવેશ તો કલશ આદિના સન્નિવેશથી ભિન્ન પ્રકાર છે. અહીં, [પર્વત આદિ અને કલશ આદિમાં) સન્નિવેશ સામાન્ય કંઇ દેખાતું નથી, કેવળ સન્નિવેશશબ્દ જ સમાનપણે બંનેમાં વાપરવામાં આવે છે એટલું જ. જ્યારે બે વસ્તુઓ (અહીં શરાવાદિગત સન્નિવેશ અને પર્વતાદિગત સન્નિવેશ) અત્યન્ત ભિન્ન હોય ત્યારે તેમને અનુલક્ષી વપરાતે [‘સન્નિવેશ –શબ્દ એક છે [અર્થાત્ તે શબ્દ બંનેમાં સમાન છે] એટલા જ કારણે [શરાવગત સ-િનવેશની જેમ પર્વતગત સન્નિવેશ ઉપરથી] પર્વતાદિના કર્તાનું અનુમાન ઘટી શકે નહિ. પાંડતા ધૂમની જેમ કક્કોલરાશિમાં પણ છે પરંતુ તેથી કે ધૂમની જેમ કાલરાશિ ઉપરથી અગ્નિનું અનુમાન શકય બનતું નથી. એટલે (ધર્મકીર્તિએ કહ્યું છે કે “જેવો સન્નિવેશ કર્તા સાથે અન્વયથતિરેક સંબંધ ધરાવતા સિદ્ધ હોય તેવા સઘળા નિવેશે ઉપરથી બધે સ્થળે કર્તાનું અનુમાન કરવું યોગ્ય છે. જેમ (ધૂમ અને કાલરાશિ બે પાંદ્ર ભિન્ન હોવાથી પાંડદ્રવ્યરૂપ સામ્ય ઉપરથી અગ્નિનું અનુમાન કરવું યોગ્ય નથી તેમ (શરાવગત નિવેશ અને પર્વતાદિગત સન્નિવેશ) બે ભિન્ન વસ્તુઓ ય ત્યારે અભેદકારી (“સનેિવેશ – શબ્દસામ્ય ઉપરથી (પર્વતગત સનિવેશની બાબતમાં) પ્રસિદ્ધ (કર્તાનું) અનુમાન કરવું યોગ્ય નથી. 165. उच्यते । यादृगिति न बुद्ध्यामहे । धूमो हि महानसे कुम्भदासीफूत्कारमारुतसन्धुक्ष्यमाणमन्दज्वलनजन्मा कृशप्रायप्रकृतिरुपलब्धः। स यदि पर्वते प्रबलसमीरणोल्लसितहुतवहप्लुष्यमाणमहामहीरुहस्कन्धेन्धनप्रभवो बहुलबहुलः खमण्डलमखिलमाक्रामन्नुपलभ्यते तत्किमिदानीमनलप्रमिति मा कार्षीत् । 165. નૈવાકિ–જેવો (સન્નિવેશ” ઇત્યાદિ) એ જે તમે કહ્યું કે અમે સમજયા નહિ. રસોડામાં નીચ નોકરડીની ફુકથી સળગાવાયેલ મંદ અગ્નિમાંથી પેદા થયેલે ધુમાડો લગભગ કૃશકાય દેખાય છે. તે ધુમાડો જો પર્વત ઉપર પ્રબળ પવનથી પ્રગટી ઊઠેલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004625
Book TitleNyayamanjari Part 3
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy