________________
અનુવાદકની વીતક
જિજીવિષાનાં ઉચ્ચતર સ્વરૂપમાં જીવનધનની ઇચ્છા પણ એક પ્રબળ વૃતિ તરીકે ઉદય પામે છે. એના ભાગ રૂપે જ જીવન-પારગામી પુરુષોના અનુભવો વિષે તીવ્ર જિજ્ઞાસા જાગે છે. તે ક્રમે જ તેવા પુરુષોનાં અનુભવબિંદુના સંચયરૂપ શાસ્ત્રગ્રંથ / કાવ્યગ્રંથ પણ ઉપાદેય બને છે. પિતાના પરિપ્રશ્નોને લઈને તેવા ગ્રંથોનું અનુસંધાન અને અનુશીલન તૃપ્તિદાયક બની રહે. તેમાંથી જ “ અનુવાદ' અર્થાત અન્ય જિજ્ઞાસુ માટે તે ગ્રંથના વસ્તુનું તેની ભાષામાં સુગમ પુન:કથન સુભગ કર્તવ્યરૂપ બની રહે છે. એ જ આ એક પ્રયાસ છે. -
ન્યાયબિંદુ'ના અનુવાદનો પ્રસ્તાવ તો લા. દ. વિદ્યામંદિર તરફથી મારા પરના તા. ૧૦-૪–૭૬ના પત્રથી પ્રારંભિક રૂપે અને તા. ૬-૪-'૭૭ના પત્રથી સુનિશ્ચિતરૂપે કરાયેલો. '૭૮ સુધીમાં આટોપવાનું કામ શરીર-મનની મર્યાદા, પ્રવાહપ્રાપ્ત કાર્યોને આપેલું પ્રાધાન્ય અને કંઈક અંશે અનુશીલનની મથામણને લીધે આટલું લંબાયું – અનુવાદ, ટિપ્પણું, સમાલોચના એવા ત્રણ તબકકે પૂરું થયું. આ વિલંબ બદલ સંસ્થાની ક્ષમા પ્રાથીને ગુણગ્રાહી વાચકની અનુમોદના વાંછું છું. આ ગાળા દરમિયાન ગ્રંથના હાદને કંઇક અંશે પામી શક્યો છું. શરીર-મન-પ્રજ્ઞા પરનાં જાળાં વધુ તેજ ગતિએ સાફ થાય તેવું ઝંખીને આનાથી અધિક ગુણવત્તાવાળા સ્વાધ્યાય વડે ઋષિઋણ ફેડી શકું તેવું પરમ શક્તિને પ્રાણું છું.
આ વિષયની પરિપકવ જિજ્ઞાસાવાળા વાચકને મારી ભલામણું છે કે મેં જેમ આ સ્વાધ્યાય અનુવાદ, ટિપ્પણું અને સમાચના – એ ક્રમે કર્યો છે તે જ ક્રમે અર્થાત વિશેષમાંથી સામાન્યના ક્રમે જ આ ગ્રંથને ઉપયોગ કરે; ભલે છપાઈને ક્રમ – ગતાનુગતિકતાથી – જુદ હોય.
સંસ્કૃત જાણનાર માટે, અનુવાદમાં ઉમેરેલા મહત્ત્વના શબ્દો કાટખૂણિયા કૌંસમાં આપ્યા છે. સંસ્કૃત ન સમજી શકનાર તે કૌસની નિશાનીઓને અવગણી શકે છે. ગોળ કૌસને ઉપયોગ જરૂરી સમજતી માટે કરેલ છે. અનુવાદને બને તેટલે સ્વતંત્ર લખાણ જેવો સ્વાભાવિક બનાવવા કોશિશ કરી છે.
વાચકને ખાસ ભલામણ છે કે ગ્રંથનો ઉપયોગ કરતાં પહેલાં જ શુદ્ધિ. વૃદ્ધિપત્રક પ્રમાણે જરૂરી સુધારણ કરી લેવી.
આ અધ્યયનની ભૂમિકારૂપે હજી આને લગતા અન્ય મૂળ સંસ્કૃત ગ્રંથનું અધ્યયન કરી શક્યો નથી. એથી આ ગ્રંથની જ સમજમાં વધુ ઊંડાણ સાધવા બાબત વિશેષ ધ્યાન આપ્યું છે. આમાં ગ્રંથકાર-ટીકાકાર બંનેએ જ્ઞાનપ્રક્રિયા-સંબંધી વિવિધ વાસ્તવિક સમસ્યાઓની માંગણી કરીને તેના સમાધાનની જે કેશિશ કરી છે તે મૌલિક અને રસપ્રદ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org