________________
ન્યાયાબિન્દુ પણ ઘનમુદાયમાં રજૂ થયેલું આચાર્ય હરિભદ્રનું પ્રસિદ્ધ વિધાન દૂષો વિદ્યારિપુ - ઉલ્લેખનીય છે. સાંખ્યદર્શનની અસર તે વેદાંત પર પણ ખાસ્સી છે – ભલે એને અવૈદિક દર્શન કહેવામાં આવે.
3 ; બીજા વાક્યમાં પરિપ્રહાગ્રહયોગોને સ્થાને વરિપ્રહાપ્રહાયોનો પાઠ હોવાની વધારે સંભાવના છે; કારણ કે અહીં ઋષભાદિમાં જે ગુણની સંભાવના કરી છે તે જ ગુણ બાબત સંદેહ પ્રગટ કર્યો છે. અને એ સંભાવનાથી સ્વીકારેલે ગુણ તે પરિઘટ્ટ અને માદ એ બંનેને વોઝ નહિ પણ મળ્યો છે. આ પાઠક૯૫ના એટલા માટે પણ જરૂરી બને છે કે આ પછી અન્ય સંદિગ્ધ બાબત તે વીતરાગત ગણાવી છે – કે જે ગુણની સંભાવના ઋષભાદિમાં કરાઈ છે. સૂત્ર ૧૩૩ :
આ ઉદાહરણ નિયાવિકમાન્ય કેવલવ્યતિરેકી વ્યાપ્તિ પર આધારિત અનુમાનનું ગણાય. ધર્મકીતિને એ પ્રકારનું અનુમાન સ્વીકાર્ય નથી. સૂત્ર ૧૩૪–૧૩પ :
અગાઉ ખૂબ વિશદ રીતે સમજાવાયેલી બાબત પણ વળી અન્ય પ્રસંગે ફરી તે જ વિગતે વિશદ કરી દેવાની ધર્મોત્તરની શૈલી આ બે સૂત્રોની ટીકામાં આપણું વિશેષ ધ્યાન ખેંચે છે. સૂત્ર ૧૩૭ :
ન્યૂનત્તર – અ લિંગનાં ત્રણ રૂપમાંથી એક કે વધુની ન્યૂનતા એટલે કે અસિદ્ધિ અને “ આહિ” પદથી વિપરીતતા કે સંદેહ અભિપ્રેત જણાય છે. સુત્ર ૧૩૮ :
2 : નાયર વિવર્ણચાપનાવે તૂપf વિદ્વવત : આ વાક્યમાં વિદ્ધવત્ એ પદને અર્થ અનુવાદમાં ‘વિરુદ્ધ હેત્વાભાસની જેમ ” એ પ્રકારે કર્યો છે તે ઘ૦ પ્ર. ટીકાને અનુસરીને. પરંતુ એને અથ “વિરુદ્ધધર્મવાળું” એવો હેવાનું વધુ શક્ય લાગે છે, કારણ કે ફૂષ તે પૂર્વપક્ષીને હેતુ સહેતુ નહિ પણ તેથી વિપરીત – વિરુદ્ધ – હેવાનું સિદ્ધ કઈ રીતે કરે છે, તે વાત પ્રસ્તુત છે. અર્થાત દૂષણ હેતુમાં વિરુદ્ધ ધમ સિદ્ધ કરનાર – વિરુદ્ધ ધર્મવાળું હોવું જોઈએ તે વાત ચાલે છે. એને બદલે જે અહીં એ વત્ પ્રત્યય ઉપમાવાચક માનીએ તો ઉપમાન તે ઉપમેય એવા ટૂળથી ભિન્ન હોવું જોઈએ એ ન્યાયે દૂષણમાંનું જ એક “વિરુદ્ધ હેત્વાભાસ' ચીંધનારું દૂષણ ઉપમાન તરીકે આપવું સંગત લાગતું નથી.
વળી વાક્યરચનાની દૃષ્ટિએ વિચારીએ તો પણ જે વિદ્વવત એ પદ ઉપમાવાચક હેત તે નાવ પછી તરત જ એ પદ મુકાય તે જ સ્વાભાવિક પદક્રમ જણાય. સૂત્ર ૧૩૯ :
* 1: અહીં રાત્તિ શબ્દનો અર્થ “સા દશ્ય' એવો આપે છે તે સાધાર ગણાય ! કદાચ જાતિના કામ એ મૂળ અર્થમાં અનુસ્મૃત અનેક પદાર્થગત સાદશ્યના ધર્મને આધારે એ અર્થ ફલિત કર્યો હોય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org