________________
પ્રતીય પરિષદ : પાથનુમાન સૂત્ર ૧૩૦ ;
જેન પરંપરામાં તિજ્ઞનનું ખેડાણ વિશિષ્ટરૂપે થયાનાં પ્રમાણે ઉપલબ્ધ ગ્રંથ ઇત્યાદિ પરથી મળે છે. દુર્વેક દિગંબરાચાર્ય અલંકના સિદ્ધિવિનિશ્ચય ગ્રંથનું અવતરણ આપી જેનું પરંપરાને એક કાળનો જ્યોતિર્નાન પ્રત્યેનો અનુરાગ ચીધે છે. એ અવતરણને સાર આવે છે: “અત્યંત પક્ષ એવી સૂક્ષ્મ કે વ્યવહિત વસ્તુના જ્ઞાન વિના અક્ષર એવું જ્યોતિષનું જ્ઞાન કઈ રીતે સંભવે ? આમ તિજ્ઞન એ સર્વજ્ઞ જ પ્રવર્તાવી શકે. તેથી કઈ વ્યક્તિના અક્ષર જ્યોતિર્તાનને આધારે તેને સર્વજ્ઞ કહેવી જોઈએ.” ધમકીર્તિ જેમ શુદ્ધ પ્રમાણમાં શ્રદ્ધા ધરાવે છે તેમ રાગાદિના જયમાં જ જ્ઞાનની ચરિતાર્થતા માનતા જણાય છે. એ દષ્ટિએ એમણે અહીં વિશિષ્ટ ઉદાહરણ પસંદ કર્યું જણાય છે
5 : દુર છેલા વાક્યમાંના નૈમિત્તિ શબ્દને અર્થ આમ સૂચવે છે નિમિત્ત એટલે વ્યવહિત (વાઘરવા ) કારણું- તેનાથી જન્મેલું [ જ્ઞાન ]( નિમિત્તાવાર જાપાર માત એવા મૂળ શબ્દ છે). એને સ્પષ્ટ કરવા કહે છે : વિષય ( = નિમિત્ત)ને આધારે વિષયી સંબંધે જન્મતું [જ્ઞાન].
આ ખંડમાંના “મિવારિ' શબ્દના બે અર્થ તેઓ સૂચવે છે ઃ ૧. કહે: સર્વજ્ઞતાં મિરતિ યુતિ – [ તિને ] ઉપદેશ દેનારની સર્વજ્ઞતા સાથે નિયત રીતે નહિ સંકળાયેલું એવું [જ્ઞાન ], અથવા ૨. ઇતર માવિવતુષ્યતિરેઇંગ મહરિ, નાવયં રારિ #ાવત્તિ મવન્તતિ ચાયતૂ – અર્થાત " કદીક છેટું પણ પડે તેવું [ જ્ઞાન ]'.
અહીં નોંધવું જોઈએ કે ઉત્તરાધ્યયન ઇત્યાદિ જૈન આગમાં પણ જ્યોતિર્તાન સામે લાલ બત્તી ધરવામાં આવી છે. એ જ્ઞાન એક બૌદ્ધિક વ્યાસંગ તરીકે સેવનીય હોઈ શકે, પરંતુ એને લૌકિક સ્તરે વિનિયોગ ન કરે એવું સ્પષ્ટ કહેવાયું છે. ઈન્દ્રિયજય અને નિષ્કામતા પર ભાર મૂકનારા જિનદર્શનમાં પણ બૌદ્ધદર્શનની જેમ જ્યોતિર્તાન તરફને અભાવ વર્ષ મનાય તે સ્વાભાવિક છે. શું એક કાળે જેન પરંપરાએ એ શાસ્ત્રની બોલબાલા કરી હશે તે નિર્દેશ આ સૂત્રમાં વાંચી શકાય ? સૂત્ર ૧૩૧ :
અગાઉના સૂત્રના ઉદાહરણમાં કપિલાદિ અસર્વજ્ઞ તરીકે ઉલ્લેખાયેલા એ ધ્યાનમાં રાખીને આ સૂત્રમાં ઉલ્લેખાયેલા 'વિક્ષિતઃ પુષઃ ” તરીકે ધર્મોત્તર કપિલાદિને ઘટાડે છે. ચાવિજુમાં અનેક વાર સાંખ્યદર્શન અને કપિલમુનિના ઉલ્લેખ આવે છે તે સૂત્રકારને સાંખ્યદર્શનને ગાઢ પરિચય તે સૂચવે જ છે; ઉપરાંત, હેવાભાસની ચર્ચાને અધારે તથા આ છેલ્લાં બે સૂત્રો તેમ જ આ પછીના સૂત્રને આધારે બૌદ્ધ-જેન આદિ અવૈદિક તેમ જ વૈદિક એમ ઉભય પરંપરામાં કપિલ કઠોર આલેચનાને વિષય બન્યા હશે એવું સૂચન વાંચી શકાય ? સૂત્ર ૧૩ર :
આ સૂત્રમાં જેન વાદી દ્વારા વળી લાક્ષણિક રીતે કપિલાદિના વ્યક્તિત્વ પર આક્ષેપ ઉદાહરણરૂપે રજૂ થયેલ છે. એ આક્ષેપ રજૂ કરતા અનુમાનની મર્યાદા ચીંધીને વળી ધમ. કીતિ સમદષ્ટિ અને તટસ્થતા પર ભાર મૂકે છે. જૈનદર્શન પર સાંખ્યની અસર ઘણું છે એ જોતાં કપિલ પર જૈન વાદીઓ દ્વારા થતા આક્ષેપ ન્યાય ગણાય નહિ. આ સંદર્ભમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org