________________
ન્યાયબિંદુ ટિપણ
સત્યને વિચાર જ પ્રાપ્ત છે. તે માટે અનુમાનને જ સવિશેષ ખપ છે. એ અનુમાન જ્ઞાત સોની કે પ્રતિષ્ઠિત મંતવ્યોની મર્યાદાને યોગ્ય ખ્યાલ રાખે એટલે બસ.
આ સૂત્રમાં આપેલા ઉદાહરણુમાં એક અન્ય બૌદ્ધ મત પણ અંતહિત છે – શબ્દપ્રમાણ તે અનુમાનવિશેષ જ હોવાને મત. ધર્મકાતિએ વા. ત્રિમાં અન્યત્ર ક્યાંય આ ચર્ચા કરી નથી. અહીં પ્રાસંગિક ઉદાહરણમાં જ આને નિર્દેશ થયેલ છે.
સ્વવચનનિરાકૃત પક્ષ અને અનુમાનનિરાકૃત પક્ષ વચ્ચે ઘણું સામ્ય કિંવા નજીકપણું છે. છતાં બંને વચ્ચે નિશ્ચિત ભેદરેખા છે. સ્વવચનનિરાકૃત પક્ષ વસ્તુતઃ પ્રત્યક્ષનિરાકૃત અને અનુમાનનિરાકૃત પક્ષ – એ બંને વચ્ચેની એક પૃથક્ કોટીમાં સ્થાન પામે છે. સ્વવચનનિરાકૃત પ્રકારના પાયામાં જે પ્રમાણને અ૫લાપ છે તેને કદાચ આપણે મીમાંસક-કલ્પિત અર્થાપત્તિ-પ્રમાણુ કહી શકીએ. અલબત્ત, અથપત્તિને ઘણખરા વાદીઓએ અનુમાનાનાગત જ માની છે. પણ અનુમાન કરતાં અથપત્તિમાં થેડી વિલક્ષણતા છે. અનુમાનને માટે વ્યાપ્તિસિદ્ધિ એ પૂર્વશરત છે. એ વ્યાપ્તિની સિદ્ધિ પણ સ્વતંત્ર પ્રમાણોથી થાય છે. વ્યાપ્તિ ખાટી કે અર્ધસત્યરૂપ પણ હોય. હવે અથપત્તિના પાયામાં જે વ્યાપ્તિ માનવામાં આવે તે યે તે સ્વતઃસિદ્ધ જ હોય છે. એટલે અથપત્તિ એક પ્રકારનું અવ્યવહિત, અસંદિગ્ધ, પ્રત્યક્ષકલ્પ પ્રમાણુ બનીને અનુમાનથી વિલક્ષણ બની રહે છે. પશ્ચિમમાં કયારેક આ પ્રકારના અનુમાનને immediate inference કહે છે.
ધર્મોત્તરે ટીકામાં સ્વવચનનિરાકૃત પક્ષનું ઉદાહરણ કઈ રીતે સ્વવચનથી નિરાફત થાય છે તે યુક્તિપૂર્વક બતાવ્યું છે. ત્યાર બાદ અન્ય ટીકાકારોએ આ સિદ્ધ કરવા રજૂ કરેલી સહેજ જુદી યુક્તિને પૂર્વપક્ષરૂપે કહીને તેને પ્રતિવાદ કર્યો છે. આ પૂર્વપક્ષનો થા તેના ઉત્તરપક્ષને (પરિચ્છેદ 5થી 8) આશય સમજીને તે બંને પક્ષોનું સમતોલ મૂલ્યાંકન કરવુ જરૂરી લાગે છે.
રબાસ્કી આના અનુવાની એક નંધમાં કહે છે કે જે વાત વિનીતદેવે ટૂંકમાં અને સરળ રીતે સમજાવી છે તે ધર્મોન્તરે બિનજરૂરી રીતે ગૂ ચવી નાખી છે. તો વળી પાછળ ધર્મોત્તરે જ્યાં પૂવપક્ષના ખંડનના ભાગરૂપે શબ્દપ્રયોગનાં બે શક્ય કારણે - કલ્પિત અને વાસ્તવ – જુદાં તારવ્યાં છે ત્યાં પાદનોંધમાં તેઓ એમ કહે છે કે વિ દેવ આ બે કારણોને ભેદ સમજી શક્યા નથી. આ વિધાન એમના વિનીતદેવના અર્થઘટન વિના આગલા વિધાન સાથે વિસંગત લાગે છે. વળી વિનીતદેવની આ સૂત્રની ટીકા જોતાં તેમાં શબ્દપ્રયોગનાં આવાં કારણ કે કારણે કોઈ ઉલેખ જ થયો જણાતો નથી. તેથી ગેરસમજને અવકાશ જ ક્યાંથી રહે ?
અહીં મળે તુ શબ્દોથી ક્યા ટીકાકારે સમજવાના છે એ અંગે તાવનિરવનટવન કહે છે : આજે સ્થિતિ શાન્તમાય: IT ( અથ: “અન્ય' એટલે શાન્તભદ્ર વગેરે.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org