________________
નિઃશબ્દ સમ્યગુ–દષ્ટિ
(ગ્રંથસમાલોચના)
સર્વવિઘ પ્રદીપ આન્વીક્ષિકી
વિષયબહત્વ અને તેમને સાંકળનારું સંકુલ, વૈવિધ્યપૂર્ણ સંબંધ જાળ - આનાથી આપણા વ્યક્ત સાંસારિક અસ્તિત્વને પિંડ બંધાયો છે. એ જીવનની પ્રક્રિયા છે આકલન અને પ્રતિભાવની – જ્ઞાતા અને વિષયની ક્રિયા-પ્રતિક્રિયાની. સજીવ ભૌતિક પિડની જીવનયાત્રાનું નિયમન કરે છે પિંડમાં અભિવ્યકત થતું અંતઃકરણ. તે બાહ્ય ઇન્દ્રિયોના વ્યાપાર દ્વારા તેમ જ તેથી નિરપક્ષપણે પણ અનેક સંકુલ ક૯૫ને રચે છે. એ કલ્પને, અધ્યવસાયે વડે જ પિંડનું સંકુલ, સક્રિય જીવન મૂત બને છે. અન્ય પ્રાણીની ચેતના કરતાં મનુષ્યની ચેતના અનેકગણું સંકુલ વિષયોનું પણ આકલન કરે છે. એ આકલનની પ્રક્રિયા
ઈક્ષા” અને “અન્વીક્ષા” (નિરીક્ષણ અને ચિંતન) - ઉભયની બનેલી છે. “અનુ-ઈક્ષા” એટલે “ઈક્ષિા નું અતર્મુખ અનુસંધાન – ઇક્ષા પછીનું (અનુ') વિશેષ વિષયાતીત આકલન. આ સમગ્ર જ્ઞાનપ્રક્રિયા સૂચવત પ્રાચીન ભારતીય શબ્દ છે “આન્ધીક્ષિકી'. એમાં મુખ્યત્વે બ્રાન્તિ–મુક્ત જ્ઞાનના સ્વરૂપ અને પ્રભેદોને વિચાર થયેલું છે અને ગૌણપણે તે શુદ્ધ સાધનને ઉપયોગ કરીને નમૂનારૂપે પ્રમેયવિચાર પણ કરાયો છે. આમાં ભાર છે શુદ્ધ જ્ઞાનસાધન ઉપર. પ્રમેયનિર્ણય તે એ સાધનનું જ સ્વયંભૂ ફળ હોઈ એને માટે કેઈ આગ્રહ જરૂરી રહે નથી. જીવનના સર્વ ભાવોને સૂકમ રીતે, અખિલાઈથી – એકાંગિતા ટાળીને – જોવાની તાલીમ જ એનું મુખ્ય ધ્યેય છે. એટલે તે કૌટિલ્ય પિતાના “અર્થશાસ્ત્રમાં સર્વતેભદ્ર રાજનીતિ આકારી કાઢવામાં આવૂીક્ષિકી-વિદ્યા પણ રાજપુરુષો માટે અનિવાર્ય ગણે છે – તેને સર્વ વિદ્યાઓને પ્રદીપ, સર્વ કર્મોને ઉપાય, સર્વ ધર્મોને આશ્રય ગણે છે. આને લીધે જ વિવિધ પારગામી દષ્ટાઓના જીવનકાર્યમાંથી પ્રભવેલા વિવિધ પંથ, સંપ્રદાય કે ધર્મોના પાયારૂપે આન્વીક્ષિકીની પ્રતિષ્ઠા એક યા બીજી રીતે થયેલી છે. તસ્વનિર્ણય અને આચાર-નિર્ણય વસ્તુલક્ષી હોય તો જ તે કાર્યસાધક બને; અને તે માટે જરૂરી છે શુદ્ધ જ્ઞાનસાધન , શુદ્ધ અન્વીક્ષા. ' આ વીક્ષિકી * માટે જ ' ન્યાયવિદ્યા ', “તર્કશાસ્ત્ર', “ પ્રમાણશાસ્ત્ર” ઇત્યાદિ શબ્દપ્રયોગો પણ થયેલા છે. વળી પ્રમાણે ( = જ્ઞાનનાં સાધને) માં પણ કોઈ સૌથી વધુ સંકુલ પ્રમાણુ હોય તો તે ' અનુમાન” છે, કારણ કે તેમાં “અંતઃકરણ” -કિરવા મનને સાર્વધ વ્યાપાર જરૂરી છે. આથી જ ન્યાયશાસ્ત્રમાં સૌથી વધુ ઝીણવટભર્યો વિચાર અનુમાનને જ થયો છે.
અહીં એ પણ કહેવું જોઈએ કે મનુષ્યની ચેતના એવી અતાગ અને અજાણ્યાં ઊંડાણથી ભરેલી છે કે જેથી આ પ્રમાણવિદ્યામાં પણ કાળક્રમે જૂનાં અનેક ભ્રાંત તારણનું વિવિધ રૂપે શોધન થતું રહ્યું છે. એક ને એક પરંપરામાં પણ પાછલા વિચારકોએ આગલા વિચારકેના બ્રાંત વિચારે તેજસ્વિતાથી સંશોધિત કરેલા છે. વારે વારે વાવતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org