________________
આગમનું દિગ્દર્શન
[ પ્રકરણ જેવાય છે અને એના કરતાં કંઈક ઓછી પ્રાચીન ભાષા સૂયગડ અને ઉત્તરઝયણમાં લેવાય છે. આ ઉપરથી બે વાત ફલિત થાય છેઃ (૧) સૂયગડ અસલ એક જ સુયફખંધરૂપ હશે અને (૨) આયાર અને સૂયગડની ભાષામાં પ્રાચીનતાની દષ્ટિએ ભિન્નતા હોવાથી એ બંને અંગે એક જ કર્તાની કૃતિ નહિ હશે. જૈન પરંપરા તે સૂયગડના પહેલેથી બે સુયબંધ છે એમ માને છે. સૂયગડના બીજા સુયફબંધનું પહેલું અયણ આયારના પહેલા સુયફબંધ સાથે શબ્દ અને શૈલીની દષ્ટિએ ઘણો નજીકને સમ્બન્ધ ધરાવે છે એમ Worte Mahaviras (પૃ. ૧૭ વગેરે)માં ઉલ્લેખ છે. કેશવ હર્ષદ ધ્રુવ આયાર અને સૂયગડ એ બંને અંગાના કર્તા એક જ છે એમ માને છે. આવી પરિસ્થિતિમાં હું પણ સમગ્ર સૂયગડની રચના આયારના પહેલા સુયફખંધના પ્રણેતાને હાથે થયેલી માનું છું, અને એ રીતે આ સૂયગડને હું પહેલા અંગના આ સુયફબંધ જેટલું પ્રાચીન માનું છું.
વિષય–સ્વસમય અને પરસમયને પરિચય એ બંને સુયફબંધોને વિષય છે. પહેલા સુયફબંધમાં અપાયેલી બાબતો જેવી બાબતે બીજામાં પણું છે. વિશેષમાં ભારતના વિવિધ સમ્પ્રદાયની હકીકત બીજે સુયફબંધ પૂરી પાડે છે. આ વાત આપણે અઝયણદીઠ વિચારીશું.
સમય (સમય)–આમાં જુદા જુદા વાદો છે. જેમકે પંચમહાભૂતિકવાદ એકાત્મકવાદ (એકાત્મ–અદ્વૈતવાદ), તજજીવતછરીરવાદ, અકારકવાદ (સાંખ્ય મત), આત્મષષ્ઠવાદ, પંચકધવાદ (અફલવાદ), નિયતિવાદ, ક્રિયાવાદ, જગદુત્પત્તિવાદ અને લેકવાદ. કોઈ પણ જીવની હિંસા ન કરવી એ બાબત ઉપર અહીં ખૂબ અને ખાસ ભાર મૂકાય છે.
" વેતાલિય (વૈતાલિય)-કમનું વિદારણ (નાશ) એ આ અઝયણને સાર છે. આતરિક કામનાઓને નાશ કરી સમજુ જનનું શરણ સ્વીકારી તેમની પાસેથી ગ્ય માર્ગ સમજી એ માર્ગે સાવધપણે આગળ વધવું, સગાંસંબંધીઓની માયામમતામાં ફસાવું નહિ, અહં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org