SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ આગમનું દિગ્દર્શન [ પ્રકરણ છે. તેમાં મેં શીલાંકસૂરિ તે વિ. સં. ૯૨૫માં ચઉપજમહાપુરિસચરિય રચનારા હોય તે એમનું બીજું નામ વિમલમતિ છે એ હકીકત સુચવી છે. વિશેષમાં વિ. સં. ૮૦૨માં અણહિલપુર પાટણ વસાવનાર વનરાજ ચાવડાના ગુરુ શીલગુણસૂરિ વિસેરાવસ્મયભાસના ટીકાકાર કયાચાર્ય અને શકસંવત ૭૦૦માં રચાયેલી કુવલયયાલાની પ્રશસ્તિમાં ઉલ્લેખાયેલ તત્તાયરિયા (તત્વાચાર્ય) પ્રસ્તુત શીલાંકસૂરિથી ભિન્ન જણાય છે, એમ પણ મેં ત્યાં સૂચવ્યું છે જેસલમેર ભાસ્કાગારીય ગ્રન્થસૂચી (પૃ. ૪૪)માં ઉપન્નમહાપુરિસચરિયના કર્તા તરીકે માનદેવના શિષ્ય શીલાચાર્યને ઉલ્લેખ કરનારાં બે પડ્યો અપાયાં છે અને આ શીલાચાર્ય આયારના ટીકાકારથી ભિન્ન છે એમ ત્યાં ઉલ્લેખ કરાય છે. ઉવહાણસુય( ઉ. ૨૦; ગાથા ૬૫)ની ટીકા (પત્ર ર૭૮ આ)માં શીલાંકસૂરિ કહે છેઃ આ ૬પમા પદ્યનું ચિરત્ન ટીકાકારે વ્યાખ્યાન કર્યું નથી. તે શું સુગમતાને લઈને છે કે અભાવને લઈને ? સૂત્રપુસ્તકમાં તે દેખાય છે. એમને અભિપ્રાય અમે જાણતા નથી. અહીં જે ટીકાકારને ઉલ્લેખ છે તે કયા અને એ ટીકા પણ કઈ ? આ ટીકાકાર તે ચુણિના કર્તા હોય એમ લાગે છે કારણ કે એમાં વ્યાખ્યા નથી. જૈન ગૂર્જર કવિઓ (પૃ. ૪૬૧)માં સૂચવાયું છે કે શાન્તિસૂરિએ આયાર ઉપર જે ટીકા રચી છે તેની એક તાડપત્રીય પ્રતિ વિ. સં. ૧૪૯૨માં લખાયેલી છે (જે. ૪૨ ). “અંચલ” ગછના મેરૂતુંગસૂરિના શિષ્ય માણિજ્યશેખરસૂરિએ આચારાંગદીપિકા રચી છે, અને એનો ઉલેખ એમણે પિતે રચેલી આવશ્યકનિયુક્તિદીપિકામાં કર્યો છે. હર્ષકલેલના શિષ્ય લક્ષ્મીકલેલે આયાર ઉપર અવચૂણિ રચી છે. એને રચના સમય “ગુહમુખકજકિરણમિતે શરચ્છન્દવષે " એમ સૂચવાય છે એટલે કે એ વિ. સં. ૧૬૦૬(?) છે. આ અવચૂણિનું નામ “તવાવગમા” છે. એક અજ્ઞાતકર્તક અવચૂરિની હાથપોથી ભાં. પ્રા. વિ. સં.માં છે. ખરતર ગછના જિનસમુદ્રસૂરિના પટ્ટધર જિનહંસરિએ શીલાંકસૂરિકૃત ટીકાને દુર્વિગાહ સમજી સભ્યના અનુગ્રહાથે દીપિકા વિ. સં. ૧૫૮૨માં રચી. આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004621
Book TitleAgamonu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaychand Gulabchand Shah
Publication Year1948
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy