SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ સાળસુ ] તંદુલનેયાલિય ને ગચ્છાયાર ગદ્યમાં લખાણ છે એને સંપાદકે વીસેક સૂત્રરૂપ ગણ્યું છે. બાકી ભાગ પદ્યમાં છે ને એની સખ્યા ૫૮૬ની છે. પહેલા પદ્યમાં આ પણુગનું અહીં સૂચવાયા મુજબ નામ અપાયુ છે; ખીજા અને ત્રીજામાં વિષયને નિર્દેશ કરાયા છે. જીવનું ગર્ભ તરીકેનું કાલમાન, ચેાનિનું સ્વરૂપ, ગર્ભાવસ્થામાં આહારાદિ અને માસદીઠે શારીરિક રચના, માતાનાં અને પિતાનાં અગાના ઉલ્લેખ, નારક અને દેવ તરીકેની ઉત્પત્તિ, પ્રાણીની ખાળ ઇત્યાદિ દસ દશાનું સ્વરૂપ, ધર્મમાં ઉદ્યમ, યુગલધર્મી વગેરેનુ વન, સંહનનના અને સંસ્થાનના છ છ પ્રકારું, તન્દુલની ગણુતા, કાળના વિભાગે—શ્વાસાદિનાં માન, શિરા વગેરેની સંખ્યા, દેહની અપ વિત્રતા, કામુકને ઉપદેશ, સ્ત્રીઓનાં ઉત્રાણુ નામ, નારી, મહિલા ઇત્યાદિની વ્યુત્પત્તિ, સ્ત્રીઓને સ્વભાવ અને ધર્મનું શરણુ એમ વિવિધ વિષયાનુ અહીં નિરૂપણુ છે. જૈ. સા. સ. ઇ. ( પૃ. ૮૦ )માં તંદુલનેયાલિય નામની સકારણતા દર્શાવતાં કહ્યું છે કે “ એક સેા વર્ષના આયુષ્યવાળા પુરુષ પ્રતિદિન તદુલ–ભાત ખાય તેની સ ંખ્યાના વિચારના ઉપલક્ષણુથી આ નામ પડેલુ છે. ’ આ પણ્ગ છાયા સહિત છપાયેલુ છે. વળી વિજયવિમલે રચેલી વૃત્તિ સાથે પણ એ પછપાયુ' છે. આ પણુમને ઉલ્લેખ દસવેયાલિયસુણ્ડિ( પત્ર ૫ )માં છે. ૭ ગચ્છાયાર (ગચ્છાચાર)આ॰ સમિતિ તરફથી વિ. સ. ૧૯૮૦માં આનવિમલસૂરિના શિષ્યાણુશિષ્ય ૬વાનર ગણુિએ વિ. સં. ૧૬૨૨ પહેલાં ૧ ૨૪મી ગાથાંમાં કહ્યું છે કે કોઈ પાપી જીવ ખાર વર્ષ ગર્ભમાં રહે. ૨ ૫૫મી ગાથામાં એની સખ્યા ૪૬૦ કરેડ ને એસી લાખની દર્શાવાઇ છે. એની પહેલાના ગદ્યમાં પુરુષાદિના કાળિયાની સંખ્યા તેમજ અસ્કૃતિ, પ્રસૃતિ ઇત્યાદ્રિનાં માપનુ સ્વરૂપ છે. ૩ આને લગતા મૂળ પાઠ તેમજ એને ગુજરાતી અનુવાદ મે વૈરાગ્યરસમજરી ( ગુચ્છક ૨, શ્લા. ૧૧)ના સ્પષ્ટીકરણ ( રૃ. ૫૧-૩ )માં આપ્યા છે. માનિસીહમાં પણ સ્ત્રીનું આવું વૈરાગ્યજનક વર્ણન છે. આ વિષે મે ઉપર્યુક્ત સ્પષ્ટીકરણ(પૃ. ૫૪–૧)માં ઊહાપોહ કર્યો છે. ૪ જીએ પૂ. ૧૦, ૫ જીએ પૃ. ૧૮, ૬ જે, સા. સં. ઈ. (પૃ. ૫૮૪)માં આ વાનર તે જ વિજયવિમલ છે અને એએ આનન્દવિમલસૂરિના શિષ્ય છે એવા ઉલ્લેખ છે. જે આ અભ્રાન્ત હોય તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004621
Book TitleAgamonu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaychand Gulabchand Shah
Publication Year1948
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy