SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ૫રમું ] ઉત્તરજઝયણ ૧૪૩ પદ્યમાં શુણિ અને વૃત્તિઓ આની પૂર્વે રચાયાને ઉલેખ છે. તેમાં ચુણિ તે ઉપર જે સેંધાઈ છે તે જ લાગે છે. વૃત્તિઓથી કઈ સમજ. વાની છે તે જાણવું બાકી રહે છે. પાઈય ટીકા (પત્ર ૧૫રઆ૧૮૧)માં નિહ્નવવાદ ઘણી સરસ રીતે ચર્ચાય છે. આ ટીકાને “શિષદિતા ” તેમજ “ઉત્તરાધ્યયનસૂત્રબ્રહવૃત્તિ” પણ કહે છે. એના અન્તમાં જે પ્રશસ્તિ છે તેને સારાંશ ઉત્તરની અંગ્રેજી પ્રસ્તાવના (પૃ. ૫૩– પ૪)માં શાપેન્ટિયરે આપે છે. આ પ્રશસ્તિમાં “ભિલ્લમાલ' નગરને ઉલ્લેખ છે. મૂળ, નિજજુત્તિ તેમજ આ પાઈય ટીકાની એક તાડપત્રીય પ્રતિ વિ. સં. ૧૩૪૩માં લખાયેલી છે. આ ત્રણે મૂળ વગેરે દે, લા. જે. પુ. સંસ્થા તરફથી છપાયાં છે. ' પાઈય ટીકાની બીજી તાડપત્રીય પ્રતિ વિ. સં. ૧૪૫૪માં લખાઈ છે. “વડ” ગષ્ટના ઉદ્યોતનસૂરિના શિષ્ય આભ્રદેવના શિષ્ય નેમિચન્દ્રસૂરિએ (જેઓ પહેલાં દેવેન્દગણિ તરીકે પ્રસિદ્ધ હતા તેમણે ) ગુખધુ મુનિચન્દ્રસૂરિના કહેવાથી આ આગમ ઉપર વિ. સં. ૧૧૨૯માં સંસ્કૃતમાં “સુખબોધા” નામની ટીકા ‘પાય ટીકા 'ને આધારે રચી છે એટલું જ નહિ, પણ એમાં અપાયેલી અનેક કથાઓ શબ્દ શબ્દ પાઇ ટીકામાંથી ઉદ્ધત કરી છે. માણિજ્યશેખરસૂરિએ દીપિકા રચી છે. જિનસાગરસૂરિના શિષ્ય કમલસંયમ ઉપાધ્યાયે વિ. સં. ૧૫૪૪માં ઉત્તર૦ ઉપર “સર્વાર્થસિદ્ધિ” નામની વૃત્તિ રચી છે. એ મૂળ સહિત ત્રણ ભાગમાં ઈ. સ. ૧૯૨૩થી ૧૯૨૭માં છપાઈ છે. સિદ્ધાન્તસાગરસૂરિના શિષ્ય કીર્તિવલ્લભગણિએ વિ. સં. ૧૫૫રમાં દીપિકા વગેરે જઈને વૃત્તિ રચી છે. મુનિવિમલના શિષ ભાવવિજયે વિ. સં. ૧૬૮માં “હિણપુર માં વૃત્તિ રચી છે અને તેમ કરવામાં એમના ગુરુભાઈ વિજયહર્ષગણિએ એમને સહાયતા આપી છે. આ વૃત્તિ મૂળ સહિત બે ભાગમાં છે. આ. સ. તરફથી ૧. જુઓ પૃ. ૧૭. ૨. ગુરુભાઈ અર્થાત્ એક જ ગુરુના શિષ્ય. ૩ ૨૨માં અઝયણુગત કૃષ્ણચરિત્રનું વિસ્તૃત સ્વરૂપ દેવેન્દગણિએ આ ટીકામાં આપ્યું છે. એને અંગ્રેજી અનુવાદ શાપેન્ટિચરે તૈયાર કરી મૂળ સહિત 3 D M G (64, 1910, 897 ff.)માં છપાવ્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004621
Book TitleAgamonu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaychand Gulabchand Shah
Publication Year1948
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy