________________
૧૨૮ આગમનું દિગ્દર્શન
[ પ્રકરણ દ્વિત છે. આના ઉપર હરિભદ્રસૂરિની ટીકા છે. વળી એના ઉપર મલય ગિરિરિનું વિવરણ છે, અને એ મૂળ સહિત છપાયેલું છે. આ વિવરણમાં મૂલ ટીકાને અનેક સ્થળે ઉલ્લેખ આવે છે તે ઉપર્યુક્ત યુણિણ છે કે ટીકા છે કે કેમ એની તપાસ બાકી રહે છે. વિ. સં. ૧૭૭૨માં જિનવિજયે આ ઉવંગ ઉપર બાલાવબોધ એ છે પણ એ છપાયે નથી. આના ઉપર એકબે ટમ્બા પણ છે. આ ઉવંગનું ગુજરાતી ભાષાન્તર છપાયું છે. જૈન ગ્રન્થાવલી (પૃ. ૮)માં આ ઉવંગ ઉપર દેવસૂરિની લઘુવૃત્તિ હેવાને ઉલ્લેખ છે તે શું વાસ્તવિક છે?
પણવણ (પ્રજ્ઞાપના) જે પ્રકઈ વડે–યથાવસ્થિત રૂપે પદાર્થ જણાવે તે “પરણવણ” એમ આને જે વ્યુત્પત્તિ–અર્થ છે તે આ ઉવંગને અનુરૂપ છે. જેમ બધાં અંગમાં વિવાહ સૌથી મોટું અંગ છે તેમ બધાં ઉવગોમાં આ સૈથી મેટું ( ૭૭૮૭ શ્લોકપ્રમાણુક ) છે. આ ઉવંગના પ્રારમ્ભમાં અપાયેલા ચેથા પદ્યમાં આના કર્તા આર્ય શ્યામ છે એ હકીકત છે. ત્રીજા પદ્યમાં એમને “વાચક” વંશમાં (એટલે કે સુધમ સ્વામીથી) ત્રેવીસમા અને પૂર્વશ્રુત વડે સમૃદ્ધ બુદ્ધિવાળા કહ્યા છે. પાંચમા પદ્યમાં આ ઉવંગને
અજઝયણ” કહી એને (વિચિત્ર અર્થાધિકારથી યુક્ત હોવાથી) ચિત્ર, શ્રતરત્ન અને દિદિવાયના સારરૂપ કહ્યું છે. ત્રીજું અને શું પદ્ય પ્રક્ષિત છે, કેમકે એમાં આર્ય શ્યામને નમસ્કાર કરાય છે. આથી એ ન ગણતાં ૪–૭ પદ્યોમાં આ ઉવંગના છત્રીસ વિષયોને નિર્દેશ છે. આને લગતા ઉસંસ્કૃત નામે નીચે મુજબ છે –
(૧) પ્રજ્ઞાપના, (૨) સ્થાન, (૩) બહુવક્તવ્ય (પઅલ્પબહુ
* ૧ આની આછી રૂપરેખા માટે જુઓ અ૦ જ૦ ૫૦ (ખ૭૨)ના મારે અંગ્રેજી ઉપધાત (પૃ. ૫૯). ૨ જુઓ પૃ. ૧૮. ૩ પાય નામ માટે જુઓ HOLI (પૃ. ૧૩૯ ). ૪ પ્રશ્નને આશ્રીને પ્રવૃત્ત થયેલું હોવાથી આનું આ નામ છે. ૫ આ નામાંતર છે.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org