SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ આગમનું દિગ્દર્શન [ પ્રકરણું બારમી વાર તેઓ ગયા ત્યારે તેમની નૌકા ડૂબી ગઈ. પણ એક મોટું પાટિયું હાથ લાગતાં તેઓ તરતાં તરતાં “રયણદીવ ( રદીપ)માં ગયા. એ દીપની અધિષ્ઠાયિકા રણદીવેદેવયા (રત્નદીપ–દેવતા ) એમની પાસે આવી અને એમને ધમકી આપીને પિતાના મહેલમાં લઈ જઈ એ દેવી એમની સાથે વિવિધ ભાગે ભેગવવા લાગી. એક વેળા “લવણ” સમુદ્રના અધિપતિએ યહુદીધદેવયાને “લવણ સમુદ્રમાં જે ઘાસ, પત્ર, કાછ, કચરે કે બીજું અશુચિ પડેલ હોય તે બધું એકવીસ વાર આંટા મારીને સાફ કરવાનું કહેતાં એ દેવી ગઈ. એ વેળા એ દક્ષિણ દિશામાં ન જવા માટે બને ભાઈઓને સમજાવતી ગઈ, પણ આ ભાઈએ તે એ દિશામાં ગયા. ત્યાં શૂળીમાં પરોવાયેલા એક પુરુષને તેમણે રડતે સાંભળ્યો. એ કાકન્દીને રહેવાસી હતો ને ઘોડાનો વેપારી હતો. એણે કહ્યું કે પૂર્વ દિશામાં સેલગ (શૈલક) યક્ષનું મન્દિર છે. ત્યાં એ યક્ષ અશ્વરૂપે રહે છે અને ચૈદસે, આઠમે, પૂનમે અને અમાસે એ બોલે છે કે કેને તારું, કોને બચાવું ? ચૈદસે બન્ને ભાઈઓએ ત્યાં જઈ યક્ષની પૂજા કરી બચાવવા વિનંતિ કરી અને યક્ષે હા પાડી. એણે કહ્યું કે મારી પીઠ પર બેસી જાઓ. પેલી દેવી આવી તમને બીવડાવે કે લેભાવે તે પણ તમે દઢ મન રાખી બેસી રહેજો; પણ જો તમે ચલિત થયા તે હું તમને મારી પીઠ પરથી “લવણ” સમુદ્રમાં ફેંકી દઈશ અને એ દેવી તમને તરત જ મારી નાંખશે. થોડી વારે દેવી આવી ત્યારે તેનાં વચનથી જિનરક્ષિત ચલિત થયે અને તેને દેવીએ નાશ કર્યો, પણું જિનપાલિત ડગે નહિ એથી યક્ષે તેને પિતાની જન્મભૂમિ સુધી પહોંચાડ્યો. આગળ ઉપર મહાવીરસ્વામી ત્યાં પધાર્યા ત્યારે જિનપાલિતે દીક્ષા લીધી. જિનપાલિતની માફક સાધુસાધ્વીઓએ વર્તવું એમ અતમાં કહેવાયું છે. ચંદિમા (ચન્દ્રમણ્)–આત્માની શુદ્ધિને વિકાસ અને હાસ કેવી ૧. આનું આબેહુબ ઉપ્રેક્ષાઓથી પરિપૂર્ણ વર્ણન અપાયું છે. ૨ પાંખવાળા ઘોડાને ઉલેખ વલાહસ-જાતક (ક્રમાંક ૧૯૬)માં છે. Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.004621
Book TitleAgamonu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaychand Gulabchand Shah
Publication Year1948
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy