________________
સાધુ-
ટિપણે ૫. હવે સંયમની પ્રતિસેવના૧ખંડનની અપેક્ષાએ તેમનો વિચાર કરવામાં આવે છે.
પુલાક પ્રતિસેવક જ હાય; તે મૂલગુણનો પ્રતિસેવક હોય ત્યારે પાંચ આસ્રવ (પાંચ મહાવ્રતથી ઊલટાં પાંચ મહાપાપ) માંના કોઈ એક આસ્ત્રવને સેવે; અને ઉત્તરગુણની વિરાધના કરે ત્યારે દશ પ્રકારના પ્રત્યાખ્યાનમાંથી કોઈ એક પ્રત્યાખ્યાનને વિરાધે. બકુશ મૂલગુણને વિરાધક ન હોય; ઉત્તરગુણની વિરાધના વખતે તે દશમાંથી એક પ્રત્યાખ્યાનને વિરાધે. પ્રતિસેવનાકુશીલનું પુલાક જેવું જ જાણવું. કષાયકુશીલ, નિગ્રંથ અને સ્નાતક વિરાધક હોય જ નહીં.
૬. હવે પાંચ જ્ઞાનોની અપેક્ષાએ વિચાર કરવામાં આવે છે.
પુલાક બે જ્ઞાનમાં કે ત્રણ જ્ઞાનમાં હોય. બેમાં હોય ત્યારે મતિ અને શ્રુતજ્ઞાનમાં હોય; અને ત્રણમાં હોય ત્યારે મતિ, ભુત અને અવધિજ્ઞાનમાં હોય.
એ જ પ્રમાણે બકુશ અને પ્રતિસેવનાકુશીલનું જાણવું. કષાયકુશીલ બે, ત્રણ, અથવા ચાર જ્ઞાનમાં પણ હોય. બેમાં હોય ત્યારે મતિ અને શ્રુતમાં હોય; ત્રણમાં હોય ત્યારે મતિ
૧. સંજવલન કષાયના ઉદયથી સંયમ વિરુદ્ધ આચરણ તે પ્રતિસેવના. સર્વવિરતિને પ્રતિબંધ કરવા જેટલી નહીં, પણ તેમાં
ખેલન અને માલિન્ય કરવા જેટલી તીવ્રતાવાળા કષાય સંજ્વલન કહેવાય. જુઓ પા. ૨૯.
૨ જુઓ આ પ્રથમ ખંડમાં પ્રત્યાખ્યાન નામનું ૧૨મું પ્રકરણ૩. જુઓ આગળ પા. ૨૭, ટિ. નં. ૩.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org