________________
સાધુ વગેરેનાં દુઃખ સહન કરે છે; પરાણે સ્નાનત્યાગ, પરસે, રજ, મેલ તથા કાદવથી થતા પરિદાહ કલેશ થે યા વધારે વખત સહન કરે છે, તેઓ તે પ્રકારના અકામ તપ – કલેશ વડે મૃત્યુકાળ ભરીને વાવ્યંતર દેવલોકના કાઈ પણુ લોકમાં દેવપણે ઉત્પન્ન થાય છે.
હે ગૌતમ ! અહીં જેમ પુ૫, પલ્લવ, લતા, ફલ વગેરેવાળું અશોક, આંબા, કસુંબા વગેરેનું વન ઘણી શોભા વડે અતીવ શોભતું હોય છે, તેમ વાન વ્યંતર દેવનાં સ્થાને અતીવ શોભતાં હોય છે. ત્યાંનાં દેવદેવીની ઓછામાં ઓછી સ્થિતિ દશ હજાર વર્ષની હોય છે અને વધારેમાં વધારે પપમ વર્ષ જેટલી હોય છે.
– શતક ૧, ઉદ્દે ૧
રાજગૃહ નગરનો પ્રસંગ છે.
ગૌ––હે ભગવન ! ખંડિત સંયમવાળા કે અખંડિત સંયમવાળા, તાપસે, પરિવ્રાજક, આજીવિકા, અને શ્રદ્ધાભ્રષ્ટ વેશધારક વગેરે સાધુઓ દેવપણું પામવાને વેગ્ય હોય, તે કોની ઉત્પત્તિ ક્યાં થાય છે?
મ0-– હે ગૌતમ ! સંયમ રાહત અને દેવપણું પામવાને યોગ્ય છે એટલે કે શ્રમણના ગુણ ધારણ કરનારા, તથા શ્રમણને આચાર, અનુષ્ઠાન, તથા બાહ્ય વેષ ધારણ કરનારા ૧. કર્મક્ષયની--
નિર્જરાની કામનાથી કરેલું નહીં, એવું. - ૨. તેની ગણતરી માટે આ ગ્રંથમાં જુઓ બીજે ચારિત્રખંડ, સુદર્શન શેઠની કથા.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org