________________
૭૧૮
શ્રીભગવતી-સાર છતાં બાકી રહે તો બે આયંબિલ કરીને ઉપદેશ કરાય છે. એકવીસમા, બાવીસમા અને તેવીસમા શતકને એક એક દિવસે ઉપદેશ કરાય છે. વીસમું શતક એક એક દિવસે છ છ ઉદ્દેશક, એમ બે દિવસે ઉપદેશાય છે. પચીસમું શતક છ છ ઉદ્દેશક વડે બે દિવસે ઉપદેશાય છે. બંધિશતકાદિ આઠ શતકે એક દિવસે, શ્રેણિશતાદિ બાર શતકે એક દિવસે, એકેંદ્રિયના બાર મહાયુગ્મ શતકે એક દિવસે, એમ બેઈદ્રિય, તેદિય, ચઉરિંદ્રિય અને અસંશી પંચૅકિયનાં બાર બાર શતક, તથા સંજ્ઞી પંચેંદ્રિયનાં એકવીસ મહાયુગ્મ શતકે અને રાશિયુગ્મશતક એક એક દિવસે ઉપદેશાય છે.
જેના હાથમાં વિકસિત કમળ છે, જેણે અજ્ઞાનનો નાશ કર્યો છે, અને બુધ (પંડિતો), અને વિબુધ (દેવ)એ જેને હંમેશાં નમસ્કાર કર્યો છે, એવી મુતાધિકિત દેવી મને પણ બુદ્ધિ આપે !
અમે મૃતદેવતાને પ્રણામ કરીએ છીએ, જેની કૃપાથી જ્ઞાનની શિક્ષા મળી છે. અને તે સિવાય શાંતિ કરનાર પ્રવચન દેવીને પણ નમસ્કાર કરું છું.
મૃતદેવતા, કુંભધર યક્ષ, બ્રહ્મશાન્તિ વૈરેટયા, વિદ્યા અને અંતહુડી લેખકને અવિઘ અર્પો !
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org