________________
શ્રીભગવતી-સાર સમયમાં વર્તમાન “અચરમસમય નિગ્રંથ' કહેવાય છે. સામાન્યતઃ પ્રથમાદિ સમયની વિવક્ષા સિવાયને નિન્ય યથા સૂક્ષ્મ નિગ્રંથ' કહેવાય છે. એમ નિગ્રંથના પાંચ પ્રકાર છે.
૫. સ્નાતક: “એટલે કે સમસ્ત ઘાતી કર્મનું ક્ષાલન કરવાથી સ્નાત – શુદ્ધ થયેલ તથા જેને સર્વજ્ઞત્વ પ્રાપ્ત થયું છે તે સાધુ.”
તેના પાંચ પ્રકાર આ પ્રમાણે છે. શરીર કે કાયવ્યાપાર રહિત સ્નાતક તે “અચ્છવી સ્નાતક'; દેષરહિત વિશુદ્ધ ચારિત્રવાળે તે “અશબલ સ્નાતક'; ઘાતી-કર્મ રહિત તે અકસ્મશ સ્નાતક; સંશુદ્ધ જ્ઞાન અને દર્શનને ધારનાર તે અરિહંત-જિન-કેવલી; અને કર્મબંધરહિત તે અપરિસ્ત્રાવી.
- શતક ૨૫, ઉદ્દેશક ૬
ગૌત્ર –હે ભગવન! સંયમીઓના કેટલા પ્રકાર છે?
મહ–હે ગૌતમ ! સંયમીઓના પાંચ પ્રકાર છે. તે આ પ્રમાણે : ૧. સામાયિક સંયત, ૨. છેદો પસ્થાપનીય
૧. આત્માના ગુણેનો સીધો ઘાત કરનારાં જ્ઞાનાવરણીયાદિ ચાર કર્મ ઘાતી કહેવાય છે; બાકીનાં વેદનીયાદિ ચાર અઘાતી કહેવાય છે. જુઓ પા. ૨૪-૬ ઉપ૨ ટિ, નં. ૧ માં જણાવેલાં ચાર.
૨. આ બધા સાધુઓને મૂળમાં પાછો સંખ્યા, ગુણ, વગેરે અનેક રીતે વિચાર કરવામાં આવ્યો છે. તે માટે જુઓ આ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૧.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org