________________
સામાન્ય કથન
છ૯ ઉઘાડતાંમાં તે અસંખ્ય સમય વીતી જાય છે. તેની અપેક્ષાએ આ ત્રણ સમયની ગતિ તે કેટલી બધી શીધ્ર કહેવાય ? એકેંદ્રિય જીવને વધારેમાં વધારે ચાર સમયની વિગ્રહગતિ હોય છે. બાકી બધાને નરયિકોની પેઠે જાણવું.
– શતક ૧૪, ઉદે. ૧ ગૌત્ર –હે ભગવન્! નારક અગ્નિકાયના મધ્યમાં થઈને જાય ?
મહ–હે ગૌતમ ! નારક બે પ્રકારના છે: ૧ વિગ્રહગતિને પ્રાપ્ત થયેલા, અને ૨. ઉત્પત્તિક્ષેત્રને પ્રાપ્ત થયેલા. તેમાં જે વિગ્રહગતિને પ્રાપ્ત થયેલા છે, તે અગ્નિકાયની મયમાં થઈને જાય; પણ તેને અગ્નિરૂપ શસ્ત્ર અસર કરતું નથી. ઉત્પત્તિક્ષેત્રને પ્રાપ્ત થયેલ નારક અગ્નિકાયની મધ્યે થઈને જતો નથી, કારણ કે નારક ક્ષેત્રને વિષે બાદર અગ્નિકાયનો અભાવ છે.
એ પ્રમાણે અસુરકુમારોથી સ્વનિતકુમાર સુધી જાણવું તેવું જ બે ઇંદ્રિયથી ચતુરિંદ્રિય સુધી જાણવું; પણ તેઓ અશિ વચ્ચે થઈને જાય ત્યારે બળે એમ કહેવું.
પંચંદ્રિયમાં પણ જે વિગ્રહગતિવાળા છે, તે નરયિક જેવા જાણવા; પણ જે ઉત્પત્તિક્ષેત્રને પ્રાપ્ત થયેલા છે, તેમના પાછા બે પ્રકાર છે: વૈક્રિયલબ્ધિયુક્ત, અને વૈક્રિયલધિરહિત. તેમાં જે લબ્ધિયુક્ત છે તેઓ અગ્નિમાં ન બળે; બીજા બળે. એ પ્રમાણે મનુષ્ય સંબંધે પણ જાણવું. વાનર્થાતરથી વૈમાનિક સુધીનાનું અસુરકુમારની જેમ જાણવું.
નાકે દશ સ્થાનને અનુભવતા વિહરે છે: અનિષ્ટ શબદ, અનિષ્ટ રૂપ, અનિષ્ટ ગંધ, અનિષ્ટ રસ, અનિષ્ટ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org