________________
શ્રીભગવતી-સાર
તેઓને પોતે કરેલી ચારિત્રની વિરાધના યાદ આવતી હોવાથી ચિત્તને સંતાપ થાય છે, તેથી તેઓ મહા વેદનાવાળા છે. પણ જે અસંગ્નિભૂત – મિશ્રાદષ્ટિએ છે તેનું મન ઉપતાપરહિત છે, માટે તેઓ ઓછી પીડાવાળા છે.
– શતક ૧, ઉદ્દે ૨ એ પ્રમાણે સ્વનિતકુમારે સુધી જાણવું.
ગૌ---હે ભગવન! અસુરકુમારોના ઇદ્ર અને તેઓના રાજા ચમરની સુધર્મા નામની સભા ક્યાં રહેલી છે?
મ–હે ગૌતમ ! જબુદ્ધીપમાં રહેલ મેરુપર્વતની દક્ષિણ બાજુએ તીરછી અસંખ્ય દ્વીપ અને સમુદ્રો ઓળંગ્યા પછી અણવર નામનો દ્વીપ આવે છે. તે દ્વીપની વેદિકાના આવેલા છેડાથી આગળ વધીએ ત્યારે અણેદય નામને સમુદ્ર આવે છે. તેમાં ૪ર લાખ યેાજન ઊંડા ઊતર્યા બાદ તે ઠેકાણે તિગિચ્છકફૂટ નામનો ઉત્પાતપર્વત આવે છે. તે પર્વત મૂળમાં વિસ્તૃત છે, વચ્ચે સાંકડે છે અને ઉપર વિશાળ છે. તે પહાડ આ રત્નમય છે. તે પર્વતના ઉપરના સમતળ ભાગમાં એક મોટો મહેલ છે. તે તિગિછિકફૂટ પર્વતની દક્ષિણે અરુણોદય સમુદ્રમાં કરેડ, પંચાવન કરેડ, પાંત્રીસ લાખ અને પચાસ હજાર યોજન તીર છું ગયા પછી, તથા નીચે રત્નપ્રભા પૃથ્વીને ૪૦ હજાર યોજન જેટલે ભાગ અવગાહ્યા પછી, અસુરના રાજા ચમરની ચમચંચા નામની
- ૧, તિયોકમાં જવા સારુ જ્યાં આવીને અમર ઉત્પતન કરે – ઊડે તે સ્થળનું નામ “ઉપાતપર્વત” કહેવાય.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org