SearchBrowseAboutContactDonate
Page Preview
Page 664
Loading...
Download File
Download File
Page Text
________________ પરણ્યણું મોટા સૂર્યને જે. ૯. મોટા માનુષેત્તર પર્વતને પિતાને લીલા વર્ણના આંતરડા વડે સર્વ બાજુએથી આવેષ્ટિત, પરિષ્ટિત કરેલો છે. અને ૧૦. મેરુ પર્વતની ચૂલિકા ઉપર સિંહાસન ઉપર બેઠેલ પિતાના આત્માને જે. સ્વપ્નને અંતે અશ્વ, ગજ કે બળદની પંક્તિ જુએ અને તેના ઉપર ચડે તથા તેના ઉપર પિતાને ચઢેલે માને, તો તે તે જ ભવમાં સિદ્ધ થાય. સમુદ્રને બંને પડખે અડકેલું તથા પૂર્વ અને પશ્ચિમ તરફ લાંબું મોટું દામણ જુએ અને તેને વીંટાળે; બંને બાજુએ કાન્તને પશેલું તથા પૂર્વ અને પશ્ચિમ લાંબુ મોટું દોરડું જુએ, અને તેને કાપી નાખે; કાળું અથવા ધળું સૂતર જુએ અને તેને ઉકેલે, લોઢું, તાંબુ, કથીર કે સીસાનો ઢગલો જુએ અને તેના ઉપર ચઢે; રૂપાના, સુવર્ણના, રત્નના કે વજના ઢગલાને જુએ અને તેના ઉપર ચઢે, ઘાસના, કાષ્ઠના, પાંદડાના, છાલના, ફોતરાના, ભૂસાના, છાણના કે ૧. તેના ફળરૂપે કેવલજ્ઞાન અને દર્શન પ્રાપ્ત કર્યા. - ૨. તેના ફળરૂપે દેવલોકમાં, મનુષ્યલોકમાં અને અસુરલિોકમાં ઉદાર કીર્તિ, સ્તુતિ, અને સન્માન પ્રાપ્ત કર્યા. ૩. તેના ફળરૂપે દેવ મનુષ્ય અને અસુરયુક્ત પરિષદમાં કેવળી થઈને ધર્મ કહ્યો. ૪. એટલે કે એ સ્વપ્ન જોઈને તરત જાગે. અહીં જેનાર સ્ત્રી કે પુરુષ બંને ગણાવાનાં છે. જુઓ નીચે નેધ . પ. આ ભાગ પછીનાં સ્વપ્નમાં ફરી નથી લખ્યો, પણ અધે સમજી લેવો. ૬. કાળા રંગથી માંડીને વેળા સુધીનું. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy