________________
શ્રી ભગવતી-સાર સાંપરાયિકી. જ્યારે તે અર્યાપથિકી કરે છે, ત્યારે સાંપરાયિકી કરે છે, અને જ્યારે સાંપરાયિકી કરે છે ત્યારે એર્યાપથિક કરે છે. તથા ઐયપથિકી કરવાથી સાપરાયિકી કરે છે, અને સાંપરાયિકી કરવાથી એર્યા પથિકી કરે છે. હે ભગવન! તે એ પ્રમાણે કેવી રીતે હોય ?
મ––હે ગૌતમ! તેઓનું એ કહેવું ખોટું છે. હું એ પ્રમાણે કહું છું કે, એક છવ એક સમયે એક ક્રિયા જ
– શતક ૧, ઉ૬૦ ૧૯ ૧. કારણ કે એર્યાપથિકીનું કારણ કષાય વિનાની સ્થિતિ છે. અને સાંપરાયિકીનું કારણ કષાયવાળી સ્થિતિ છે માટે તે બંને પરસ્પર વિરુદ્ધ ક્રિયાની ઉત્પત્તિ એક જ કાળે કેવી રીતે હેઈ શકે ? – ટીકા.
આગળ (પા. ૪૭૧) ઉપર “એક કાળે એક જવ બે આયુષ્ય ઉપાઈ શકે છે” એવું માનનારાને મત જણાવ્યો છે. તે મત અને આ મતને બહુ અંતર હોય એમ જણાતું નથી. કારણ કે, એક કાળે બે આયુષ્ય ઉપાર્જ વાનું માનનારે પણ એક કાળે બે ક્રિયા કરવાનું માનવું જોઈએ. વિશેષાવશ્યક સૂત્રમાં (ગા. ૨૪૨૪–૫) ગંગ નામના આચાર્ય તથા તેમના સામે કાંઠે રહેનારા ધનગુપ્ત નામના ગુરુની કથા છે. ' ગંગ એક વખત ગુરુને વંદન કરવા ચાલતા નદી પાર કરતા હતા; તે વખતે ઉપર તાપથી તેમના ટાલિયા માથાને તાપ લાગતો હતો, અને નીચે પગ પાણીમાં હોવાથી ઠંડક લાગતી હતી. તેથી તેમણે એક ળેિ બે ક્રિયાના અનુભવને સિદ્ધાંત કાઢયા પછી મણિનાગ નામના મહાવીરના અનુયાયી નાગે તેમને કરડીને મારી. નાખવાની ધમકી આપી, ત્યારે તે ઉપદેશ આપવાનું તેમણે છેડયું !
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org