SearchBrowseAboutContactDonate
Page Preview
Page 503
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીભગવતી-સાર હે ભગવન! અન્યતીર્થિકો એમ કહે છે કે, “બે પરમા પુદ્ગલે એકાએકને ચોંટતા નથી; કારણું, બે પરમાણુપુગમાં ચીકાશ નથી; પરંતુ ત્રણ પરમાણુપુગલે એક એકને પરસ્પર ચેટે છે; કારણકે ત્રણ પરમાણુપુદ્ગલોમાં ચીકાશ હોય છે. વળી જે તે ત્રણ પરમાણુઓના ભાગ કરવામાં આવે તો તેના બે ભાગ પણ થઈ શકે (એક તરફ દોઢ પરમાણુ અને બીજી તરફ દોઢ એમ); તથા ત્રણ ભાગ, (પણ એક એક પરમાણુ, એ પ્રમાણે) થઈ શકે. એ પ્રમાણે ચાર પરમાણુ વિષે પણ જાણવું. પાંચ પરમાણુપુગલે એક એકને ચાટી જાય છે, અને દુ:ખપણે – કમપણે થાય છે. તે દુઃખ – કમ – શાશ્વત છે અને હંમેશાં સારી રીતે ઉપચય પામે છે. તથા અપચય પામે છે.” હે ભગવન ! આ બધું સાચું છે? નથી. જે દ્રવ્ય ચાર સ્પર્શવાળાં છે અને જે અરૂપી છે તે બધાં અગુરુલધુ હોય છે, અને બાકીનાં આઠ સ્પર્શ વાળાં ગુરુલઘુ છે – એમ નિશ્ચયનસનું મન છે. વ્યવહારનથી તો ગુર, લધુ, ગુરુલઘુઅને અનુલઘુ એમ ચાર પ્રકારનાં દ્રવ્ય હોય છે : ઢેકું ગુરુ છે; ધુમાડે લધુ ( હળ) છે; વાયુ ગુરુલઘું છે; અને આકાશ અગુરુલધુ છે, ૧. અહીં ચાટવાની યોગ્યતા – એટલો જ અર્થ અભિપ્રેત છે. સરખાવો તૈયાયિકાર્દિને મત. ૨. બે પરમાણુ સૂક્ષ્મ હોવાથી તેમાં ચીકાશ નથી હોતી. પરંતુ જ્યારે ત્રણ, ચાર કે પાંચ વગેરે પરમાણુ ભેગા થાય છે ત્યારે તેમાં સ્કૂલપણું આવે છે, તેથી તેમાં ચીકાશ પણ હોય છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy