________________
કર્મો વિશે કેટલીક વિગતે
ગૌ– હે ભગવન! જીવોને કર્કશવેદનીય – દુઃખપૂર્વક ભોગવવા ગ્ય કર્મો – કેવી રીતે બંધાય?
મહે ગૌતમ! જીવહિંસાથી માંડીને મિથ્યાદશનશલ્ય સુધીના દોષને કારણે જીવને કર્કશવેદનીય કર્મો બંધાય છે.
ગૌ–હે ભગવન ! જીવને અકર્કશવેદનીય – સુખપૂર્વક ભોગવવા યોગ્ય કર્મો કેમ બંધાય?
મ—હે ગૌતમ! હિંસાદિને ત્યાગ કરવાથી.
ગૌ–હે ભગવન્! જીવોને સતાવેદનીય કર્મ કેમ બંધાય ?
મ–હે ગૌતમ ! બીજાને વિષે અનુકંપાથી, બીજાને દુઃખ ન દેવાથી, શક ન ઉપજાવવાથી, ખેદ ન ઉત્પન્ન કરવાથી, વેદના ન કરવાથી, ન મારવાથી, તેમ પરિતાપ ન ઉપજાવવાથી જીવો સાતાદનીય કમ બાંધે છે.
ગૌ–હે ભગવાન ! જીવોને અસતાવેદનીય કર્મ કેમ બંધાય ?
મહ–હે ગૌતમ! બીજાને દુ:ખ દેવાથી, શોક ઉપજાવવાથી, ખેદ ઉત્પન્ન કરવાથી, વગેરે વગે.
– શતક છે, ઉદ્દે ૬
૧. જુઓ આગળ પા. ૫૧.
૨. નારકથી માંડીને વૈમાનિક સુધીનાને સંયમને અભાવ હેવાથી તે કર્મ બાંધવાપણું હેતું નથી, મનુષ્યજીવને માટે જ તે શક્ય છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org