________________
ક વિશે કેટલીક વિગત ગૌ –હે ભગવન્! શું જીવ પોતાની મેળે જ તે કર્મને ઉદીરે છે, પિતાની મેળે જ તેને ગહે છે, અને પિતાની મેળે જ તેને અટકાવે છે?
મ–હા ગૌતમ! કોઈ પણ જીવને જરા પણ બંધાદિ બજ પદાર્થના નિમિત્તથી કહ્યા નથી.
– શતક ૧, ઉદ્દે ૩ ગૌત્ર –હે ભગવન ? નૈરયિંક કાંક્ષાહનીય કર્મને અનુભવે છે?
મ–હા ગૌતમ ! એ પ્રમાણે સ્વનિતકુમાર સુધી જાણવું.
ગ–હે ભગવન ! પૃથ્વિકાયિક કાંક્ષામહનીય કર્મ અનુભવે છે.
મો –હા ગૌતમ! “અમે કાંક્ષામહનીય કર્મ વેદીએ છીએ' એ પ્રમાણે તે જીવોને તર્ક, સંજ્ઞા, પ્રજ્ઞા, મન કે
૧. જે કર્મ સામાન્ય ક્રમમાં ભવિષ્યકાળમાં જ ફળ આપવાનું છે, તેને કરણવિશેષથી ખેંચી લાવી અત્યારે જ ભોગવવામાં નાખી દેવું, જેથી તેને જલદી નાશ થઈ જાય, તે ક્રિયાને ઉદીરણા કહે છે. તેમાં યાદ રાખવાનું કે, જે કર્મની ઉદીરણા ઘણી મોડી થવાની છે, તથા જે કર્મની ઉદીરણું ભવિષ્યમાં થવાની નથી, તેની ઉદીરણા વર્તમાન કે ભવિષ્યકાળમાં હોઈ શકતી નથી. પરંતુ જે કર્મ સુરતમાં જ ઉદીરણાને યોગ્ય હોય, તેને ઉદીરાય છે.
૨. “આમ થશે ” એવા સવરૂપવાળે તે તર્ક સંજ્ઞા એટલે અથવગ્રહસ્વરૂપ જ્ઞાન; પ્રજ્ઞા એટલે બધા વિશેષ સંબંધી જ્ઞાન. અને મન એટલે એક પ્રકારના સ્મરણાદિ રૂપ મતિજ્ઞાનને ભેદ.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org