________________
શ્રીભગવતી સાર કાળ કહેવાય છે. કારણ કે તે સમયમાં જ, બંધાયેલા કર્માણુઓમાંથી દવાને યોગ્ય કર્મદળાને નષેક થવા માંડે છે.
ગૌ–હે ભગવન ! જ્ઞાનાવરણયકર્મની બંધસ્થિતિ કેટલા કાળની કહી છે ?
મહ–હે ગૌતમ ! એાછામાં ઓછી અંતમું દૂર્ત અને વધારેમાં વધારે ત્રીસ સાગરોપમ કાડાકડી. તેને અબાધાકાળ ૩૦૦૦ વર્ષને છે, અને નિષેકકાળ ત્રણ સાગરોપમ કડકડી ઓછાં ૩૦૦૦ વર્ષ છે. દર્શનાવરણયનું પણ તેમ જ જાણવું, વેદનીયકર્મની સ્થિતિ ઓછામાં ઓછી બે સમય અને વધારેમાં વધારે જ્ઞાનાવરણીયની પેઠે જાણવી. મેહનીય કર્મની સ્થિતિ એછામાં ઓછી અંતર્મુહૂર્ત અને વધારેમાં વધારે ૭૦ સાગરોપમ કોડાકડી છે. તેને અબાધાકાળ સાત હજાર વર્ષનો છે, અને નિષેકકાળ ૭૦ સાગરોપમ કેડાછેડી ઓછાં સાત હજાર વર્ષ છે. આયુષકર્મની ઓછામાં ઓછી સ્થિતિ અંતર્મદૂત છે; અને વધારેમાં વધારે પૂર્વ કોટી ત્રિભાગ ઉપરાંત તેત્રીસ સાગરેપમ વર્ષ છે. તેને અબાધાકાળ પૂર્વ કેટીને ત્રિભાગ છે. નિષેકકાળ તે ઉપરથી ગણુ લેવો. નામકર્મની અને ગોત્રકર્મની ઓછામાં ઓછી સ્થિતિ આઠ અંતર્મુદ અને વધારેમાં વધારે વીસ સાગરોપમ વર્ષ છે. તેનો અબાધાકાળ બે હજાર વર્ષને છે. તે ઉપરથી નિષેકકાળ જાણી લે. અંતરાયકર્મ જ્ઞાનાવરણીય પ્રમાણે જાણવું. – શતક ૬, ઉદ્દે ૩
૧વેદનીયકર્મની અહીં જણાવેલી ઓછામાં ઓછી સ્થિતિ કષાયરહિત આત્માને જ હેય છે, સકષાય આમાને બાર મુહર્ત હોય.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org