________________
શ્રીભગવતી-સાર મવહે ગૌતમ! જેને જ્ઞાનાવરણીય છે તેને મેહનીય કદાચ હોય અને કદાચ ન હોય; પણ જેને મેહનીય છે, તેને અવશ્ય જ્ઞાનાવરણીય હોય છે.
ગૌત્ર –હે ભગવન્! જેને જ્ઞાનાવરણીય કર્મ છે તેને શું આયુષકર્મ છે? અને જેને આયુષકર્મ છે તેને જ્ઞાનાવરણીય
મહ–હે ગૌતમ! જેમ વેદનીય કર્મ સાથે કહ્યું, તેમ આયુષની સાથે પણ જાણવું. એ પ્રમાણે નામ અને ગોત્ર કર્મની સાથે પણ જાણવું. અને જેમ દર્શનાવરણીય સાથે કહ્યું, તેમ અંતરાયકર્મ સાથે જાણવું.
ગૌ–હે ભગવન્! જેને દર્શનાવરણયકર્મ છે તેને શું વેદનીય છે, તથા જેને વેદનીય છે તેને દર્શનાવરણીય છે?
ભ૦–હે ગૌતમ ! જેમ જ્ઞાનાવરણીય કર્મ ઉપરનાં સાત કર્મો સાથે કહ્યું છે તેમ દર્શનાવરણીય કર્મ પણ ઉપરનાં છ કર્મો સાથે રહેવું.
ગૌ૦–હે ભગવન ! જેને વેદનીય છે, તેને શું મેહનય. છે, અને જેને મેહનીય છે તેને શું વેદનીય છે?
મહ–હે ગૌતમ! જેને વેદનીય છે, તેને મેહનીય કદાચ હોય અને કદાચ ન હોય; પણ જેને મેહનીય છે, તેને અવશ્ય વેદનીય છે.
૧. ક્ષપક એટલે કે જેમાં મોહનીય કર્મનો ક્ષય થઈ ગયો છે, તેને કેવલજ્ઞાન ઉત્પન્ન ન થાય ત્યાં સુધી જ્ઞાનાવરણીય હોય છે, જેના મેહનીચને ક્ષય નથી , તેને તો મેહનીય અને જ્ઞાનાવરણીય બને હોય છે.
૨. ક્ષીણમેહને ન હોય.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org