________________
ધર્મજ્ઞાનનું મૂળ-ટિપ્પણે ટિપ્પણ . ૩.
જ્ઞાનના પાંચ પ્રકાર - જ્ઞાનના પાંચ પ્રકાર છે: ૧. મતિજ્ઞાન-એટલે કે ઈક્રિયજન્યજ્ઞાન. ૨. શ્રુતજ્ઞાન – એટલે કે જે જ્ઞાનમાં શબ્દ-- અર્થનો સંબંધ ભાસિત થાય છે, અને જે મતિજ્ઞાનની પછી થાય છે. જેમકે “જલ' શબ્દ સાંભળીને તે પાણીવાચક છે એવું જાણવું, અથવા પાણી દેખીને તેને જલ શબ્દનો અર્થ વિચારવું તે- શ્રુતજ્ઞાન. અર્થાત્ જે જ્ઞાન ઈક્રિયજન્ય અને મનોજન્ય હોવા છતાં શબ્દો ઉલ્લેખ સહિત હોય તે શ્રુતજ્ઞાન. બીજી રીતે કહીએ તે જૈનધર્મના ૧૨ અંગગ્રંથ (મુખ્ય શાસ્ત્રગ્રંથ) તેમ જ તે સિવાયના બીજા આગમ ગ્રંથોથી થતું જ્ઞાન તે શ્રુતજ્ઞાન.
૩. અવધિજ્ઞાન -- એટલે કે મન – ઇકિયેની સહાયતા વિના જ આત્માની લેગ્યતાને બળે જ થતું વધારેમાં વધારે લોકપ્રમાણુ અસંખ્યાત ખંડેને જોવાની યોગ્યતાવાળું મૂર્ત દ્રવ્યોનું જ્ઞાન.
૪. મન:પર્યાવજ્ઞાન -- એટલે કે મનુષ્યક્ષેત્રમાં આવેલા મનરૂપ બનેલા પુલોનું જ્ઞાન. અર્થાત બીજાના મનનું જ્ઞાન.
આત્મા ને જ્ઞાનસ્વરૂપ છે, પરંતુ કર્મોના આવરણને લીધે તેની શક્તિઓ ઢંકાઈ ગયેલી છે. પરંતુ જ્યારે તે આવરણે એક પછી એક દૂર થતા જાય છે, ત્યારે તે તે જ્ઞાન પ્રગટે છે. ઉપર જણાવેલાં ચારે જ્ઞાન ગમે તેટલાં શુદ્ધ હોય છતાં ચેતનાશક્તિના અપૂર્ણ વિકાસરૂપે હોવાથી એક પણ વસ્તુના સમગ્ર ભાવાને જાણવામાં અસમર્થ હોય છે. બધી વસ્તુઓના સંપૂર્ણ ભાવોને ગ્રહણ કરી શકે તે જ્ઞાન જ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org