________________
શ્રીભગવતી-સાર સૂકવે, તથા ત્યારબાદ તેને તાગ વિનાના અને ન તરી શકાય તેવા ઊંડા પાણીમાં નાખે. તે તુંબડું માટીના આઠ લેપથી. ભારે થયેલું હોવાથી પાણીના ઉપરના તળિયાને છોડીને નીચે જમીનને તળિયે બેસે ? હા, બેસે. હવે ધીમે ધીમે તે આઠ લેપને ક્ષય થવા માંડે ત્યારે તે ઊંચું આવતું જાય, અને અંતે છેક ઉપર આવે ? હા, આવે. તે પ્રમાણે, હે ગૌતમ ! નિઃસંગપણાથી, નીરાગપણથી અને ગતિના પરિણામથી, કર્મરહિત જીવની ગતિ સ્વીકારાય છે.
(૨) જેમ કોઈ એક વટાણાની શીંગ, મગની શીંગ, અડદની શીંગ, શીમળાની શીંગ, અને એરંડાનું ફલ તડક મૂક્યાં હોય, તે સુકાય ત્યારે તે ફૂટીને તેમાંથી બીજ પૃથ્વીની એક બાજુએ ઉડે, તે પ્રમાણે બંધનનો છેદ થવાથી કર્મરહિત જીવની ગતિ સ્વીકારાય છે.
(૩) હે ગૌતમ! લાકડામાંથી છૂટેલા ધુમાડાની સ્વાભાવિક ગતિ (આડ ન હોય તો ) ઊંચે પ્રવર્તે છે, તેમ કર્મરૂપ ઇંધનથી મુક્ત થવાથી કમરહિત જીવની ગતિ પ્રવર્તે છે.
(૪) જેમ કોઈ એક ધનુષથી છૂટેલા બાણની ગતિ. (પ્રતિબંધ ન હોય તો) લક્ષ્ય તરફ પ્રવર્તે છે, તેમ પૂર્વ પ્રયોગથી કર્મરહિત જીવની ગતિ સ્વીકારાય છે.
– શતક છે, ઉદે ૧.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org