________________
જીવન મરણ, જન્મ અને મેક્ષ ૪૧ ગૌત્ર –હે ભગવન ! જીવ પરભવમાં જતી વખતે કયે. સમયે અનાહારક હોય?
મહ–હે ગૌતમ! પરભવમાં પ્રથમ સમયે જીવ કદાચ આહારક હોય, અને કદાચ અનાહારક હોય, પરંતુ જ્યારે વિક્રગતિ વડે બે સમયે ઉત્પન્ન થાય છે, ત્યારે પ્રથમ સમયે અનાહારક હોય છે, અને બીજે સમયે આહારક હોય છે; જ્યારે ત્રણ સમયે ઉત્પન્ન થાય છે, ત્યારે પ્રથમ બે સમયે અનાહારક હોય છે, અને ત્રીજે સમયે આહારક હોય છે, જ્યારે ચાર સમયે પરભવમાં ઉત્પન્ન થાય છે, ત્યારે આદિના ત્રણ સમયે અનાહારક હોય છે અને ચોથે સમયે આહારક હોય છે. એથે સમયે જીવ અવશ્ય આહારક હોય.
ગૌ—હે ભગવન્! જીવ કયે સમયે સૌથી અપ આહારવાળો હોય ?
મ– હે ગૌતમ ! ઉત્પન્ન થતાં પ્રથમ સમયે, અને જીવિતને છેલ્લે સમયે. એ સમયે જીવ સૌથી અલ્પ
૧. મુક્ત જ થાય તો એક પણ શરીર ન હોવાથી અનાહારક જ હોય.
૨. જેમકે કોઈ મસ્યજીવ ભરતક્ષેત્રના પૂર્વ ભાગથી ઐરાવતક્ષેત્રના પશ્ચિમભાગની નીચે નરકમાં ઉત્પન્ન થાય, ત્યારે તે એક સમયે ભરતના પૂર્વ ભાગથી પશ્ચિમભાગ તરફ જાય; બીજે સમયે ઐરાવતના પશ્ચિમભાગ તરફ જાય અને ત્રીજે સમયે નરકમાં જાય.
૩. જેમકે ત્રસનાલિની બહાર વિદિશામાં રહેલો કઈ જીવ જ્યારે અધોલોકથી ઊર્વલોકમાં સનાડીની બહારની દિશામાં. ઉત્પન્ન થાય ત્યારે પ્રથમ સમયે તે વિશ્રેણીમાંથી સમશ્રેણીમાં આવે; બીજે સમયે નાડીમાં પ્રવેશ કરે; ત્રીજે સમયે ઊલકામાં જાય; અને ચોથે સમયે લોકનાડી બહાર ઉત્પત્તિસ્થાને ઊપજે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org